Assembly Election 2022 Dates: ઉત્તર પ્રદેશમાં 7, મણિપુરમાં 2, પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કામાં મતદાન, 10 માર્ચે પરિણામ

દેશના 5 રાજ્યમાં ચૂંટણીની તારીખ આજે બપોરે જાહેર થશે. કોરોના પ્રોટોકોલ હેઠળ ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની તૈયારી છે

gujarati.abplive.com Last Updated: 08 Jan 2022 04:20 PM
ઉત્તરાખંડ વિધાનસભામાં એક તબક્કામા મતદાન

 


ઉત્તરાખંડ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.  10 માર્ચે પરીણામ આવશે.

ગોવા વિધાનસભામાં એક તબક્કામા મતદાન

 


ગોવા વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. 10 માર્ચે પરીણામ આવશે.

પંજાબ વિધાનસભામાં એક તબક્કામા મતદાન

 


પંજાબ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.10 માર્ચે પરીણામ આવશે. 

મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે

મણિપુરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે જ્યારે ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે.

યુપી ચૂંટણી 2022 તારીખ: યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી

પહેલો તબક્કો 10મી ફેબ્રુઆરી
પહેલો તબક્કો 14 ફેબ્રુઆરી
ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી
ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી
પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી
6ઠ્ઠો તબક્કો 3 માર્ચ
સાતમો તબક્કો 7 માર્ચ

પરિણામ 10 માર્ચે આવશે

ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 7, મણિપુરમાં 2, પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કામાં મતદાન થશે, પરિણામ 10 માર્ચે આવશે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

ચૂંટણી પંચે ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે ચર્ચા કરી

ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી કોરોનાની દેશમાં વર્તમાન સ્થિતિ, વેક્સિનેશનના આંકડાઓ સહિતની માહિતી લીધી છે. તે સિવાય સુરક્ષા વ્યવસ્થા માટે ગૃહ મંત્રાલય અને અર્ધસૈનિક દળોના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો પર મતદાન થશે.

 


ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો પર મતદાન થશે. જ્યારે ગોવામાં 40 વિધાનસભા બેઠકો, પંજાબમાં 117 બેઠકો, ઉત્તરાખંડમાં 70 અને મણિપુરમાં 60 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ આ તમામ પાંચ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઇ જશે.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ દેશના 5 રાજ્યમાં ચૂંટણીની તારીખ આજે બપોરે જાહેર થશે. કોરોના પ્રોટોકોલ હેઠળ ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની તૈયારી છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ જાણકારી મળશે કે ક્યા રાજ્યમાં કેટલા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આગામી કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પાંચ રાજ્યમાંથી ચારમાં ભાજપની સરકાર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.