નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 10  ફેબ્રુઆરીથી  સાત તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે. જ્યારે બાકીનાં ત્રણ રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક તબક્કમાં મતદાન થશે. ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 7, મણિપુરમાં 2, પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કામાં મતદાન થશે, તમામ રાજ્યોના પરિણામ 10 માર્ચે આવશે.

Continues below advertisement


યુપી ચૂંટણી 2022 તારીખ: યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી


પહેલો તબક્કો 10મી ફેબ્રુઆરી
પહેલો તબક્કો 14 ફેબ્રુઆરી
ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી
ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી
પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી
6ઠ્ઠો તબક્કો 3 માર્ચ
સાતમો તબક્કો 7 માર્ચ


મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે



મણિપુરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે જ્યારે ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. 10 માર્ચે પરીણામ આવશે.


 


પંજાબ વિધાનસભામાં એક તબક્કામા મતદાન


પંજાબ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.10 માર્ચે પરીણામ આવશે. 


ગોવા વિધાનસભામાં એક તબક્કામા મતદાન


ગોવા વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. 10 માર્ચે પરીણામ આવશે.


ઉત્તરાખંડ વિધાનસભામાં એક તબક્કામા મતદાન


ઉત્તરાખંડ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.  10 માર્ચે પરીણામ આવશે.


 મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તમામ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. સુવિધા એપ દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવશે. ઉમેદવારો ઓનલાઈન પણ નોંધણી કરાવી શકે છે.


મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મોટાભાગના રાજ્યોમાં રસીકરણની સ્થિતિ સારી છે. ગોવામાં, 95 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં 90 ટકા લોકોને પ્રથમ રસી મળી ગઈ છે.


મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે 15 જાન્યુઆરી સુધી નુક્કડ સભાઓ પર પણ પ્રતિબંધ રહેશે. ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર 5 લોકો જ ભાગ લેશે.


કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્ર તથા અન્ય બે કમિશ્નરે પત્રકાર પરિષદમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.


ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે પંજાબમાં 3 માર્ચે મતદાન થશે. ઉત્તરાખંડમાં  3 માર્ચે મતદાન થશે. ગોઆમાં 3 માર્ચે મતદાન થશે જ્યારે મણિપુરમાં 3 માર્ચે મતદાન થશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુર એ પાંચેય રાજ્યોમાં એક જ દિવસે એટલે કે 12 માર્ચે મતદાન થશે.


ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 403 બેઠકો છે અને યુપી સંવેદનશીલ રાજ્ય હોવાથી સાત તબક્કામાં મતદાન રખાયું છે. પંજાબ, ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુર એ ચાર રાજ્યોમાં વિધાનસભા બેઠકોની સંખ્યા ઓછી હોવાથી એક જ તબક્કામાં મતદાન યોજવાનો નિર્ણય લેવાયો છે.


પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે જ્યારે ઉત્તરાખંડમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 70 બેઠકો છે. મણિપુરમાં વિધાનસભાની 60 બેઠકો છે જ્યારે ગોઆમાં વિધાનસભાની 40 બેઠકો છે. 


CEC સુશીલ ચંદ્રએ કહ્યું કે આ વખતે પાંચ રાજ્યોની 690 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું કે કોવિડ સેફ ઇલેક્શન કરાવવું ચૂંટણી પંચનો ઉદેશ્ય છે. કોરોના કાળમાં ચૂંટણી કરાવવી પડકારજનક છે.


 






ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો પર મતદાન થશે. જ્યારે ગોવામાં 40 વિધાનસભા બેઠકો, પંજાબમાં 117 બેઠકો, ઉત્તરાખંડમાં 70 અને મણિપુરમાં 60 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ આ તમામ પાંચ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઇ જશે.


ગયા અઠવાડિયે, ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વર્તમાન કોવિડ સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આરોગ્ય મંત્રાલય સાથે બેઠક યોજી હતી. આ બેઠકોમાં, કોરોના સમયગાળા દરમિયાન યોજાનારી આ ચૂંટણીઓ કેવી રીતે સુરક્ષિત રીતે યોજવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે સમગ્ર દેશમાં રસીકરણ કવરેજની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ પહેલાથી જ રાજકીય રેલીઓ રદ કરવાની જાહેરાત કરી છે અને કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ડિજિટલ ઝુંબેશ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


ચૂંટણી કોરોના માટે સુપર સ્પ્રેડર ન બને તે ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ ઘણા પગલાં લઈ શકે છે. આ પગલાઓમાં, મોટી રેલીઓ અને જાહેર સભાઓ પર પ્રતિબંધની સાથે, તે ચૂંટણીના પરિણામો સુધી લેવાની સાવચેતી અને પાલન કરવાના નિયમો અંગે માર્ગદર્શિકા જારી કરી શકે છે. ઉત્તર પ્રદેશમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ મે મહિનામાં સમાપ્ત થશે, જ્યારે અન્ય ચાર રાજ્યોમાં, વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચમાં અલગ-અલગ તારીખે સમાપ્ત થાય છે.