Election 2024 Live Update: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ધૂળેટીની ઉજવણી

Election 2024 Live Update: ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે.

gujarati.abplive.com Last Updated: 25 Mar 2024 02:23 PM
કેજરીવાલની ધરપકડથી AAP ધૂળેટીની ઉજવણી કરશે નહીં. 

આમ આદમી પાર્ટી ધૂળેટીની ઉજવણી કરશે નહીં. કેજરીવાલની ધરપકડથી AAP ધૂળેટીની ઉજવણી કરશે નહીં. ઇસુદાન ગઢવીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે. ભાજપે ઈલેક્ટોરલ બોન્ડના નામે ફાળો ઉઘરાવ્યો છે. મુદ્દો ભટકાવવા કેજરીવાલની ધરપકડ કરાવી છે. જેલમાંથી પણ કેજરીવાલ સરકાર ચલાવશે તેવો વિશ્વાસ છે. 

હોળીના રંગમાં રંગાયેલા વિસાવદરના પૂર્વ MLA

હોળીના રંગમાં રંગાયેલા વિસાવદરના પૂર્વ MLA ભુપત ભાયાણીએ કહ્યું કે ગુજરાતમાં એક માત્ર કેસરીયો રંગ જ ચાલે છે. દેશમાં ભગવો રંગ છવાયેલો રહેશે. આમ આદમી પાર્ટીમાં કોઈ રંગ હતો જ નહી. હું AAPમાં હતો ત્યારે પણ મારા મગજમાં ભગવો રંગ જ હતો. જવાહર ચાવડાની નારાજગી મુદ્દે ભુપત ભાયાણીએ કહ્યું કે જવાહર ચાવડા અમારા કદાવર નેતા છે. મને નથી લાગતું કે જવાહર ચાવડા પાર્ટી છોડે. જવાહર ચાવડાના જે કઈ પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવે તેવી આશા છે. 

ભાવનગર ભાજપ MLA જીતુ વાઘાણી રંગાયા હોળીના રંગમાં

ભાવનગર ભાજપ MLA જીતુ વાઘાણી હોળીના રંગમાં રંગાયા હતા. તેમણે સમર્થકો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં વિરોધીઓનો સફાયો થશે. આ લોકસભાની ચૂંટણીમાં NDA 400 બેઠકને પાર થશે. રામના રંગે રંગાવું હોય તો દેશમાં ભાજપ જરૂરી છે. 

આણંદથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે કરી ધૂળેટીની ઉજવણી 

આણંદથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે ધૂળેટીની ઉજવણી કરી હતી. વિદ્યાનગરના ખાનગી પ્લોટમાં ધૂળેટીની ઉજવણીમાં MLA યોગેશ પટેલ, કાંતિભાઈ સોઢા પણ હાજર રહ્યા હતા. મિતેશ પટેલે કહ્યું કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાએ કૉંગ્રેસે તેની વિચારધારા વ્યક્ત કરી હતી. કૉંગ્રેસના નારાજ નેતાઓ ભાજપના રંગમાં રંગાયા છે. કાંતિભાઈ સોઢા છેલ્લા દોઢ વર્ષથી ભાજપમાં જોડાયા છે. 

હોળીના રંગમાં રંગાયેલા મનસુખ વસાવાનો મોટો દાવો

હોળીના રંગમાં રંગાયેલા મનસુખ વસાવાએ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે  ચૂંટણીમાં ભરૂચ લોકસભા પણ કેસરીયા રંગમાં રંગાશે. કેસરિયા રંગથી પ્રભાવિત થઈ લોકો ભાજપમાં જોડાયા છે.ચૈતર વસાવાના સ્લોગન પર મનસુખ વસાવાએ કહ્યું કે ઘેર ઘેર દીકરો જાય કે ઘેર ઘેર બાપ જાય કોઈ ફરક નથી પડતો. અમે નાટકબાજીમાં નથી માનતા

અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. ભાજપ કાર્યાલય પર અમિત શાહે કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. અવસર પર અમિત શાહે કહ્યું કે હોળીનો તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે. હોળીનો તહેવાર સમાનતાનું પ્રતિક છે. દેશવાસીઓને હોળીની શુભકામના છે. 500 વર્ષ બાદ આજે અવધમાં રઘુવીર હોળી રમી રહ્યા છે.





ટિકીટ મળતાની સાથે જ શોભનાબા બારૈયા આજે શામળાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. 

ભાજપે ગઇકાલે પોતાની પાંચમી યાદી જાહેર કરી, આ યાદીમાં ભાજપે ગુજરાતમાં બાકી રહેલી 6 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા જેમાં સાબરકાંઠા બેઠક પરના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. ખાસ વાત છે કે, સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને કાપીને ભાજપે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા, ભાજપે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબા બારૈયાને લોકસભાની ટિકીટ આપી છે. ટિકીટ મળતાની સાથે જ શોભનાબા બારૈયા આજે શામળાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. 


સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર શોભનાબા બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે, શોભનાબા બારૈયાને ટિકીટ મળતાની સાથે જ આજે તેઓ અરવલ્લીના સુપ્રિદ્ધ મંદિર શામળાજી મંદિર પહોંચ્યા હતા, અહીં તેમને શામળીયાના દર્શન કર્યા અને પૂજા કરી હતી. શોભનાબાએ પ્રચાર શરૂ કરતાં પહેલા શામળાજી મંદિરમાં દર્શન કર્યા અને પહેલી પ્રતિક્રિયા આપી હતી, તેમને આ દરમિયાન મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, ‘ભીખાજી મારા મોટા ભાઈ છે’ અને ‘ભીખાજીના આશીર્વાદ બાદ અમે આગળ વધીશું‘. શોભનાબા બારૈયાએ પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરવાનો મોકો મળ્યો છે. શોભનાબા બારૈયા પ્રાથમિક શાળાના શિક્ષિકા છે, અને હાલ પક્ષમાં કોઈ હોદ્દો ધરાવતા નથી.

પાર્ટી આદેશ આપશે તો ચૂંટણી લડવા તૈયાર છું

કોગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે કહ્યું હતું કે પાર્ટી આદેશ આપશે તો ચૂંટણી લડવા તૈયાર છું. પાર્ટી નવા ચહેરાને તક આપે તેવી રજૂઆત કરી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર નવા ચહેરાને તક આપવી જોઈએ. કોંગ્રેસ નેતાઓએ પણ હોળીની ઉજવણી કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહે હોળીની ઉજવણી કરી હતી. કાર્યકરો સાથે હિંમતસિંહ પટેલે ધૂળેટી ઉજવી હતી.

અમદાવાદમાં ધારાસભ્ય અમિત ઠાકરે ધૂળેટીની ઉજવણી કરી

અમદાવાદમાં ધારાસભ્ય અમિત ઠાકરે ધૂળેટીની ઉજવણી કરી હતી. પ્રહલાદનગર રોડ કાર્યાલય પર કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી. અમિત ઠાકરે કહ્યું હતું કે આખો દેશ કેસરિયો થઈ ગયો છે. રામ મંદિર બન્યું એટલે કેસરિયા હોળી રમ્યા છીએ. ચૂંટણીના પરિણામમાં 400ને પાર થશે. પરિણામના દિવસે આખો દેશ કેસરિયા રંગમાં રંગાશે.

નવસારીથી કૉંગ્રેસ મુમતાજ પટેલને મેદાનમાં ઉતારી શકે છે

નવસારીથી કૉંગ્રેસ મુમતાજ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. સોનિયા ગાંધીએ CECની બેઠકમાં લીલી ઝંડી આપી હતી. સી.આર.પાટીલ સામે મુમતાજ પટેલ લોકસભા ચૂંટણી ચૂંટણી લડશે. 2009,2014 અને 2019માં પાટીલ લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. 


 

કોંગ્રેસ નેતાઓએ પણ કરી ધૂળેટીની ઉજવણી કરી

કોંગ્રેસ નેતાઓએ પણ કરી ધૂળેટીની ઉજવણી કરી હતી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ધૂળેટીની ઉજવણી કરી હતી. પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રખિયાલ વિસ્તાર સ્થિત પોતાના નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી કરી હતી.

કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા, NSUIના પ્રમુખ, કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના 2 મહામંત્રી ભાજપમા જોડાયા

ધૂળેટીના તહેવારમાં કચ્છમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રંગ બદલ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા સહિત NSUI પ્રમુખ સહિત આખી ટીમ ભાજપમાં જોડાઈ ગઇ હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા, NSUIના પ્રમુખ, કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના 2 મહામંત્રી સહીત 100 આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

બ્રેકગ્રાઉન્ડ

Election 2024 Live Update:  લોકસભા પહેલા પ્રદેશ ભાજપને મોટો ઝટકો લાગી શકે છે . ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.


નોંધનીય ચે કે, લોકસભાની ચૂંટણી જાહેર થયાને 8 દિવસ થઈ ગયા છે. તેની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી પણ આવી રહી છે ત્યારે ભાજપે અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જવાહર ચાવડાની ઘર વાપસીએ જોર પકડ્યું છે.


થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પેટાચૂંટણી કરવી પડી હતી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઇન કરતા પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણી કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારી નથી. બીજી બાજુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા તત્પર છે. જેથી તેઓ ભાજપથી નારાજ છે અને નવાજૂની કરવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે.


14 માર્ચના રોજ માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. આ સાથે જ તેમની નારાજગીની ચર્ચાઓ શરૂ થઈ હતી.


હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવે છે ની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહોતા. છેલ્લા કેટલાક વખતથી નારાજ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ કંઈક નવાજૂની થાય તેવાં એંધાણના વર્તારા છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.