બિહારથી રવિશંકર પ્રસાદ, ગુજરાતથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાની અને ઓડિશામાંથી અચ્યુત સામંત, પ્રતાપ કેસરી દેવ અને સૌમ્યરંજન પટનાયકે રાજીનામું આપ્યુ હતું. આ તમામ બેઠકો પર 25 જૂનના રોજ નામાંકન દાખલ થશે.જ્યારે આ તમામ બેઠકો પર પાંચ જૂલાઇના રોજ સવારે 9 વાગ્યાથી લઇને સાંજે ચાર વાગ્યા સુધી સંબંધિત વિધાનસભામાં થશે.
કેન્દ્રિયમંત્રી રવિશંકર પ્રસાદ બિહારથી રાજ્યસભાના સાંસદ હતા. તેઓ લોકસભા ચૂંટણીમાં પટના સાહિબથી ચૂંટણી જીત્યા હોવાના કારણે બેઠક ખાલી પડી હતી. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હોવાના કારણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યુ હતું.