નવી દિલ્હીઃ પં.બંગાળમાં છેલ્લા તબકકાનું મતદાન બાકી છે. જ્યારે તમિલનાડુ, પુડ્ડુચેરી, આસામ અને કેરળમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ મતદાનનું પરિણામ 2 મેના રોજ જાહેર થશે. આ દરમિયાન આજે ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પંચે 2 મેના રોજ પરિણામ જાહેર થયા બાદ વિકટરી સાઇન બતાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court) એ કહ્યું, કોરોનાની બીજી લહેર માટે કોઈ એક જવાબદાર છે તો માત્ર ચૂંટણી પંચ જવાબદાર છે. કોર્ટે કહ્યું, તે જાણવા છતાં કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ લગાવ્યો નહીં. આ સાથે હાઈકોર્ટે ચૂંટણી પંચને 2મેએ મતગણતરીને લઈને કોવિડ સાથે જોડાયેલી ગાઇડલાઇન અને બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. કોર્ટે નિર્દેશ આપ્યો કે, જો પ્લાન નહીં જણાવ્યો તો મતગણતરી પર પ્રતિબંધ લગાવી દેશે. કોર્ટે કહ્યું કે, સ્વાસ્થ્ય સચિવની સાથે મળી ચૂંટણી પંચે 2 મેએ થનાર મતગણતા માટે પ્લાન તૈયાર કરે અને 30 એપ્રિલ સુધી કોર્ટની સામે રજૂ કરે.
4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખીય છે કે, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરલ અને અસમ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે અન્ય જગ્યાએ ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને 2મેએ પરિણામ જાહેર કરવામાં આવશે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,23,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2771 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,51,827 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 73 લાખ 13 હજાર 613
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382
- કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658
- કુલ મોત - 1 લાખ 95 હજાર 123
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 19 લાખ 11 હજાર 223 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.