એડીબી દ્વારા અશોક લવાસાની પ્રાઇવેટ સેકટર ઓપરેશનલ્સ એન્ડ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે. ગુપ્તાનો કાર્યકાળ 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. લવાસાએ ઓફર સ્વીકારી છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી.
અશોક લવાસા 23 જાન્યુઆરી, 2018થી ભારતના ચૂંટણી કમિશ્રર છે. ચૂંટણી કમિશ્નર તરીકે નિમણૂક પહેલા તેઓ કેન્દ્રીય નાણા સચિવ તરીકે સેવા નિવૃત્ત થયા હતા. આ પહેલા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવહન મંત્રાલય તથા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના કેન્દ્રીય સચિવ હતા.
લવાસા હરિયાણા કેડરની 1980ની બેચના રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે.
RIL AGM: મુકેશ અંબાણીએ 5Gને લઈ શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
દેશમાં પ્રવાસીઓ માટે સૌથી મોટા આકર્ષણ એવા આ રાજ્યમાં પણ આવતી કાલથી લોકડાઉન, જાણો વિગત