Assembly Election: આજે સોમવારે (9 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ સામેલ છે, 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા હતા અને તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા હતા. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીઓની તારીખો જાહેર -

મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે, છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે, છત્તીસગઢમાં 7 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. છત્તીસગઢમાં 17 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન યોજાશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે, તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 30 નવેમ્બરે યોજાશે. ખાસ વાત છે કે, 3 ડિસેમ્બરે તમામ પાંચેય રાજ્યોની મતગણતરી યોજાશે. 

 

જુઓ અહીં ક્યાં, ક્યારે યોજાશે મતદાન, પરિણામ ક્યારે ?

રાજ્ય મતદાન કેટલી બેઠકો
મિઝોરમ 7 નવેમ્બર 40 બેઠકો
મધ્યપ્રદેશ 17 નવેમ્બર 230 બેઠકો
છત્તીગસઢ 7 અને 17 નવેમ્બર 90 બેઠકો
રાજસ્થાન 23 નવેમ્બર 200 બેઠકો
તેલંગાણા 30 નવેમ્બર 119 બેઠકો

તમામ રાજ્યોમાં મતગણતરી એકસાથે 3 ડિસેમ્બરે યોજાશે. 

5 રાજ્યોમાં 679 વિધાનસભા બેઠકો, 16 કરોડ મતદારો 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ રાજ્યોમાં 16.14 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ રાજ્યોમાં 60.2 લાખ મતદાતાઓ છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.