India Canada Conflict: ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઇને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કૉમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીસીપી)ના એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવતા એક સ્વતંત્ર બ્લૉગર જેનિફર ઝેંગે કહ્યું છે કે ચીનનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમ વચ્ચે મતભેદ ઉભો કરવાનો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તાઇવાન અંગે શી જિનપિંગની સૈન્ય વ્યૂહરચના અનુસાર વિશ્વને વિક્ષેપિત કરવા માટે આ CCPની ભયાનક "ઇગ્નીશન યોજના" નો એક ભાગ છે.


જેનિફર ઝેંગ ચીની મૂળની મહિલા છે અને હાલમાં અમેરિકામાં રહે છે. જેનિફર ઝેંગે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પૉસ્ટ કરેલા એક વીડિયોમાં તમામ બાબતોનો ખુલાસો કર્યો છે. સ્વતંત્ર બ્લૉગરે ચીની લેખક અને યુટ્યુબર લાઓ ડેંગને ટાંકીને પોતાના આક્ષેપો કર્યા છે. જેનિફરના મતે લાઓ હવે કેનેડામાં રહે છે.


શું કહ્યું બ્લૉગરે ?
ઝેંગ વિડિયોમાં કહે છે, "લાઓએ કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં તેના 'ઇગ્નીશન પ્લાન'ના ભાગ રૂપે CCP મંત્રાલયના રાજ્ય સુરક્ષાએ એક ઉચ્ચ કક્ષાના અધિકારીને સિએટલ, યુએસએ મોકલ્યા ત્યાં એક ગુપ્ત બેઠક યોજવામાં આવી હતી, જેનો હેતુ જેમાંથી ભારત અને પશ્ચિમ વચ્ચેના સંબંધોને બગાડવાનો હેતુ હતો."


'નષ્ટ કર્યા તમામ સબૂતો'
ઝેંગે વધુમાં જણાવ્યું હતું કે, "એજન્ટોને કેનેડામાં શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મીટિંગ પછી સીસીપી એજન્ટોએ ખૂબ જ કાળજીપૂર્વક હત્યાની યોજનાને અંજામ આપ્યો હતો." CCP એજન્ટોની તેમની કામગીરી કરવાની પદ્ધતિ પર પ્રકાશ પાડતા, બ્લૉગર કહે છે, "18 જૂને, સાયલન્ટ બંદૂકોથી સજ્જ એજન્ટોએ નિજ્જરને શોધી કાઢ્યો. જ્યારે તેની હત્યા કરવામાં આવી, ત્યારે તેઓએ પુરાવાનો નાશ કરવા માટે નિજ્જરની કારની તપાસ કરી. તેઓએ ડેશ કેમેરા તોડી નાખ્યા. હત્યા કર્યા પછી એજન્ટો ભાગી ગયા. તમામ પુરાવાનો નાશ કરવા માટે તમામ હથિયારો સળગાવી દીધા. બીજા જ દિવસે તેઓ કેનેડાની બહાર પણ નીકળી ગયા."






જેનિફર ઝેંગનો આરોપ છે કે નિજ્જરની હત્યા કરનાર ચીની એજન્ટોએ ભારતીયો દ્વારા બોલવામાં આવતા અંગ્રેજી ઉચ્ચાર શીખ્યા હતા. જોકે, અત્યાર સુધી ચીને જેનિફર ઝેંગના આરોપોનો જવાબ આપ્યો નથી. ભારતે પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.