Election: પેટાચૂૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, વાવ બેઠક પર થયું રેકોર્ડ બ્રેક મતદાન

Election Live Update: ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજીભાઈ વચ્ચે ખરાખરીનો જંગ છે

gujarati.abplive.com Last Updated: 13 Nov 2024 06:36 PM

બ્રેકગ્રાઉન્ડ

Election Live Update:  વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મતદાન શરૂ થયું હતું. વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજીભાઈ વચ્ચે...More

વાવ બેઠક પર મતદાન પૂર્ણ

વાવ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. બનાસકાંઠા જિલ્લાની આ વાવ બેઠક પર આજે યોજાયેલી પેટાચૂંટણી ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કુલ 10 ઉમેદવારનોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યુ છે. વાવમાં આ વખતે 70 ટકાથી વધુ મતદાન થયુ છે. તમામ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના અવસરને મનાવ્યો છે. 


આજે વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી, પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. શાંતિપૂર્ણ માહોલમાં થયેલા મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ અને 70 ટકાથી વધુ મતદાનનો આંકડો નોંધાયો છે. ખાસ વાત છે કે, 2022માં વાવ બેઠક પર 75.02 ટકા મતદાન થયુ હતુ, હવે આગામી 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ આવશે. અહીં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ તમામ ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.