Election 2023 Story: પૈગમ્બર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ટી રાજા સિંહને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળી છે. 22 ઓક્ટોબર, 2023 ના રોજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીએ તેમનું સસ્પેન્શન રદ્દ કરવાનો નિર્ણય કર્યો અને તેમને ટિકિટ પણ આપી દીધી. તેઓ હૈદરાબાદની ગોશામહલ બેઠક પરથી ફરી ચૂંટણી લડવાના છે.


પાર્ટીનું કહેવું છે કે ભાજપની કારણ બતાવો નૉટિસના જવાબમાં ટી રાજા સિંહ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાને ધ્યાનમાં લીધા બાદ પાર્ટીએ તેમનું સસ્પેન્શન રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. બીજીબાજુ ટી રાજા સિંહ પણ સસ્પેન્શન રદ્દ થવાથી ખૂબ જ ખુશ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, મહામંત્રી બી.એલ. સંતોષ, કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના તેલંગાણા એકમના પ્રમુખ કિશન રેડ્ડીનો આભાર માન્યો છે.


ટી રાજાને હિન્દુ નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ રાજ્યમાં ખુબ જ લોકપ્રિય નેતા છે અને ગૌરક્ષક તરીકે ઓળખાય છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 5 ધારાસભ્યોમાંથી માત્ર ટી રાજા જ જીત જાળવી રાખવામાં સફળ રહ્યા હતા, જ્યારે કિશન રેડ્ડી જેવા દિગ્ગજ નેતાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, રાજ્યમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ભારત રાષ્ટ્ર સમિતિ, BRS) ની લહેર હતી, પાર્ટીએ 119 માંથી 88 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. આવા વાતાવરણમાં પણ ટી રાજા પોતાની જીત જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.


કોણ છે ટી રાજા  
ટી રાજા સિંહનો જન્મ 15 એપ્રિલ, 1977ના રોજ હૈદરાબાદમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી, તેથી તેમનું બાળપણ સંઘર્ષથી ભરેલું હતું. આ કારણે તેનો અભ્યાસ પૂરો થઈ શક્યો નહીં. સીએનબીસી ટીવી 18ના અહેવાલ મુજબ, ટી રાજા કહે છે કે દાયકાઓ પહેલા તેમના વડીલો દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા. ટી રાજાએ જણાવ્યું કે તેમના ઘરની હાલત એટલી ખરાબ હતી કે તે ઓડિયો અને વીડિયો કેસેટ વેચતો હતો. બાદમાં તેણે કેસેટનો ધંધો બંધ કરી ઈલેક્ટ્રીક વાયરિંગનું કામ શરૂ કર્યું. ટી રાજાની પત્નીનું નામ ઉષા સિંહ છે.


ટી રાજા સિંહની રાજકીય સફર 
રાજનીતિમાં જોડાયા પહેલા ટી રાજા બજરંગ દળ સાથે સંકળાયેલા હતા અને વર્ષ 2009માં ટીડીપીમાંથી મ્યૂનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. આ પછી 2014 લોકસભા ચૂંટણી પહેલા તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ગોશામહલ બેઠક પરથી જીત મેળવી. ત્યારથી તેઓ આ સીટ જીતી રહ્યા છે. આ વખતે ફરી ભાજપે તેમને આ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે.


75 થી વધુ FIR
ટી રાજા સિંહ લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટી રાજા વિરુદ્ધ 75 થી વધુ FIR નોંધવામાં આવી છે. આમાંની મોટાભાગની એફઆઈઆર અપ્રિય ભાષણ, કાયદો અને વ્યવસ્થાના ભંગ અને કર્ફ્યૂ આદેશોના ઉલ્લંઘનના કેસમાં નોંધવામાં આવી છે.


પૈગમ્બર મોહમ્મદ પર ટિપ્પણી બાદ સસ્પેન્ડ 
ગયા વર્ષે ટી રાજા સિંહ પોતાના એક વીડિયોને લઈને વિવાદમાં આવ્યા હતા. 10 મિનિટના આ વીડિયોમાં તેણે પૈગમ્બર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે હોબાળો મચી ગયો હતો. તેમને કૉમેડિયન મુનાવર ફારુકી પર હુમલો કરતો આ વીડિયો જાહેર કર્યો હતો. ફારૂકીએ હૈદરાબાદમાં પોતાના શો પહેલા જ આ વીડિયો જાહેર કર્યો હતો. અગાઉ, ફારૂકી તેના શોમાં હિંદુ દેવી-દેવતાઓ વિશેની ટિપ્પણીઓને કારણે વિવાદમાં આવ્યા હતા. તેના પર ટી રાજાએ ફારૂકી પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવતા વીડિયો બની શકે છે તો મુસ્લિમ સેલિબ્રિટી પર કેમ નહીં. તેણે ત્યાં સુધી કહ્યું કે જો મુનવર ફારુકીનો શૉ થશે તો તે સ્ટેજને આગ લગાવી દેશે. આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. વળી, ભાજપે તેમના નિવેદનોથી પોતાને દૂર રાખ્યુ અને કહ્યું કે આ તેમના અંગત મંતવ્યો છે અને પાર્ટી તેમનું સમર્થન કરતી નથી. ત્યારબાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.


આ પહેલા પણ તેઓ અનેક નિવેદનોને લઈને વિવાદોમાં રહ્યા છે. વર્ષ 2017માં બૉલીવૂડ ફિલ્મ પદ્માવતની રિલીઝને લઈને થયેલા હોબાળા દરમિયાન તેણે કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તે જ વર્ષે, અન્ય એક વિવાદાસ્પદ નિવેદનમાં તેણે હૈદરાબાદના જૂના શહેરને મિની પાકિસ્તાન ગણાવ્યું હતું. જુલાઈ 2017માં તેમણે બંગાળના હિંદુઓને 2002ના ગુજરાત રમખાણોની જેમ જવાબ આપવા કહ્યું હતું. આગામી વર્ષ 2018માં પણ તે કેટલાય વિવાદોમાં રહ્યો હતો. તેણે રોહિંગ્યા મુસ્લિમો વિશે કહ્યું હતું કે જો તેઓ દેશ છોડતા નથી તો તેમને ગોળી મારી દેવી જોઈએ. તે જ વર્ષે, તેણે મુસ્લિમોના ધાર્મિક પુસ્તક કુરાનને ગ્રીક પુસ્તક અને દેશમાં આતંકવાદનું કારણ ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. વર્ષ 2020 માં તેના પર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેસબુકે જણાવ્યું હતું કે ટી ​​રાજાએ નીતિનું ઉલ્લંઘન કર્યું હતું, જે હિંસા અને નફરતને પ્રોત્સાહન આપતા અથવા તેમાં ભાગ લેનારા લોકોને Facebook પર હાજરી આપતા અટકાવે છે.


નામમાં T નો અર્થ શું થાય છે ?
કેટલાક લોકો કહે છે કે રાજા સિંહના નામની આગળ ટીનો અર્થ થાય છે વાઘ એટલે કે રાજપૂત સમુદાયના લોકો જેઓ રાજા સિંહના સમર્થક છે, તેઓ માને છે કે નામની આગળ ટીનો અર્થ વાઘ છે. આમ પણ ટી રાજાના પિતા પણ તેમના નામની આગળ ટી લગાવતા હતા. ટી રાજા ઠાકુર સમુદાયના છે. તેમના નામની આગળ T નો અર્થ ઠાકુર થાય છે.