Wayanad Lok Sabha by Election: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડમાં પોતાનો રૉડ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે ભાઈ અને લોકસભાના નેતા રાહુલ ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા હાજર હતા. રૉડ શૉ બાદ પ્રિયંકા ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. 


કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ​​પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ તેમની સાથે રહ્યાં હતા.


પ્રિયંકા ગાંધીએ નૉમિનેશન પહેલા લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું કે તે અહીં તેના પરિવારની સભ્ય બનવા માટે આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીની ચૂંટણી યાત્રા વાયનાડ પેટાચૂંટણીથી શરૂ થવાની છે.


'આ મારી નવી શરૂઆત છે' 
કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડ લોકસભા વિસ્તારના ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ એક જનસાભને સંબોધિત કરતાં કહ્યું કે, હું પહેલીવાર 35 વર્ષમાં પોતાની માટે સપોર્ટર માંગવા આવી છું, મને મોકો આપો, મારી જવાબદારી છે તમને ઓળખ અપાવવાની. આપદામાં તમામે સારો સાથ આપ્યો છે. હું તમારા પરિવારની સભ્ય બનવા આવી છું. મારા ભાઇએ આઠ હજાર કિલોમીટર પગપાળા યાત્રા કરી છે. આ અમારા સંસ્કાર છે. તમે મને બતાવો તમારી સમસ્યા શું છે. હું તમારી સમસ્યા જાણવા માટે તમારા ઘર સુધી આવીશ. આ મારી નવી શરૂઆત છે, અને તમે મારા માર્ગદર્શક છો. આ એક અલગ અનુભવ છે. હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની ખુબ આભારી છું તેમને મને વાયનડથી ઉમેદવાર બનવાનું સૌભાગ્ય આપ્યુ. 


રૉડ શૉમાં ઉમટી ભીડ 
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતા પહેલા કાલપેટ્ટામાં રૉડ શૉ કર્યો હતો, જેમાં સંયુક્ત પ્રગતિશીલ મોરચા (UDF)ના નેતાઓ અને કાર્યકરો સહિત હજારો લોકો એકઠા થયા હતા. આ પેટાચૂંટણી દ્વારા પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મંગળવારે રાત્રે તેની માતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાયનાડ પહોંચેલી પ્રિયંકાએ તેના ભાઈ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે કાલપેટ્ટાના નવા બસ સ્ટેન્ડથી રોડ શોનું નેતૃત્વ કર્યું હતું.


રૉડ શૉ દરમિયાન પ્રિયંકાની સાથે તેના પતિ રોબર્ટ વાડ્રા, કોંગ્રેસ અને IUMLના વરિષ્ઠ નેતાઓ પણ હતા. સવારથી રાહ જોઈ રહેલા UDF કાર્યકર્તાઓ અને સમર્થકો તેમજ તમામ વયજૂથના સામાન્ય લોકો, પ્રિયંકા અને રાહુલ ગાંધીનું તેમના ચિત્રો, પક્ષના રંગોમાં ફુગ્ગાઓ અને ઢોલ વગાડીને સ્વાગત કર્યું.


ભાજપની નવ્યા હરિદાસ પણ છે મેદાનમાં 
પ્રિયંકા ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ સામે ચૂંટણી લડી રહી છે. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની વાયનાડ અને રાયબરેલી સીટ પરથી જીત મેળવી હતી, ત્યારબાદ રાહુલે વાયનાડ સીટ છોડી દીધી હતી. રાહુલે વાયનાડ સીટ છોડવાના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.


આ પણ વાંચો


Rivers Facts: એક-બે નહીં પરંતુ આ રાજ્યમાં વહે છે 11 નદીઓ, જાણીને ચોંકી જશો...