નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકારના એક દિવસ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ SC દ્વારા નિર્ધારિત મંગળવારે સાંજે 5.30 વાગ્યાની  સમયમર્યાદામાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને લગતો તમામ ડેટા ભારતના ચૂંટણી પંચ (ECI)ને મોકલ્યો હતો.

  






સુપ્રીમ કોર્ટે સોમવારે કડક ચેતવણી આપી હતી કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો SBIને કોર્ટના અવમાનનાની કાર્યવાહીનો સામનો કરવો પડશે.


SBIએ 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો


હકીકતમાં, SBIએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી આપવા માટે 6 માર્ચથી 30 જૂનની તારીખ વધારવાની માંગ કરી હતી. SBIએ કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતીને મેચ કરવામાં સમય લાગી રહ્યો છે, તેથી તેને 30 જૂન સુધીનો સમય આપવો જોઈએ, જ્યારે કોર્ટે ગયા મહિને પોતાના નિર્ણયમાં દેશની સૌથી મોટી બેંકને 6 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. ચુંટણી પંચને રજુ કરવા સૂચના આપવામાં આવી હતી.


ADRએ તિરસ્કારની અરજી દાખલ કરી છે


જોકે, SBI 6 માર્ચ સુધી ચૂંટણી પંચને કોઈ માહિતી આપવામાં નિષ્ફળ રહી. જે બાદ એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ કોર્ટની અવમાનના ગણાવતી અરજી દાખલ કરી હતી. ADRએ કહ્યું હતું કે SBI એ માનનીય સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને જાણીજોઈને અનાદર કર્યો છે અને આ માત્ર નાગરિકોના માહિતીના અધિકારને નકારે છે પરંતુ આ કોર્ટના આદેશની સત્તાને જાણી જોઈને નબળી પાડે છે. 


આ સાથે ઈલેકશન કમિશન ઓફ ઈંડીયા (ઈ.સી.આઈ.)ને આદેશ આપ્યો હતો કે તેણે માર્ચની 15મી તારીખે સાંજના પાંચ વાગ્યા સુધીમાં તે બોન્ડઝ અંગેની વિગતો તેની સત્તાવાર વેબ સાઇટ ઉપર મુકી દેવી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં નેતૃત્વ નીચેના ન્યાયમૂર્તિઓ સર્વશ્રી સંજીવ ખન્ના, બી.આર. ગરવી, જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી પાંચ ન્યાયમૂર્તિઓની સંવૈધાનિક પીઠીકાએ એસ.બી.આઈ.ને પૂછ્યું હતું કે છેલ્લાં ૨૬ દિવસ સુધી તમે શું કરતા હતા ? તમે શાં પગલાં લીધાં ? તે બધા અંગે તમારી અરજી મૌન જ છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial