Electoral Bonds Case:  સ્ટેટ બેંકના ચેરમેને ગુરુવારે (21 માર્ચ) ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં 18 માર્ચે આપવામાં આવેલા આદેશનું પાલન કરવામાં આવ્યું છે. ખરીદેલા અને કેશ કરાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડ વિશેની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને પૂરી પાડવામાં આવી છે.


 






એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ બોન્ડના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે SBIને એફિડેવિટ દાખલ કરવા માટે 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. 18 માર્ચે, સુપ્રીમ કોર્ટે SBIને તેના દ્વારા રાખવામાં આવેલા ચૂંટણી બોન્ડની તમામ વિગતો જાહેર કરવા કહ્યું હતું.


એફિડેવિટ અનુસાર, SBIએ આ માહિતી ECને આપી હતી



  • બોન્ડ ખરીદનારનું નામ

  • બોન્ડ નંબર અને રકમ

  • બોન્ડ કેશ કરનાર પક્ષનું નામ

  • રાજકીય પક્ષના બેંક ખાતાના છેલ્લા 4 નંબર

  • કેશ કરાવેલા બોન્ડનો નંબર અને તેની રકમ


SBIએ સુપ્રીમ કોર્ટમાં પોતાના સોગંદનામામાં શું કહ્યું?


એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોના સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર અને KYC માહિતીને સાર્વજનિક કરવામાં આવી રહી નથી, કારણ કે તે ખાતાની સુરક્ષા (સાયબર સુરક્ષા) પર અસર કરી શકે છે. તેવી જ રીતે  સુરક્ષાના કારણોસર બોન્ડ ખરીદનારાઓની KYC  પણ જાહેર કરવામાં આવી નથી. આવી માહિતી સિસ્ટમમાં આપવામાં આવતી નથી.


SBIએ આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી


બેંકના ચેરમેને સુપ્રીમ કોર્ટને કહ્યું કે હવે તેમની પાસે KYC વિગતો અને સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર સિવાય ચૂંટણી બોન્ડ સંબંધિત અન્ય કોઈ માહિતી નથી. યૂનિક આલ્ફાન્યૂમેરિક નંબર બોન્ડને ઓળખવામાં મદદ કરે છે કે તે કયા પક્ષને ગયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નંબરને રોકીને, SBIએ 11 માર્ચના આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી, જેમાં તેને ચૂંટણી બોન્ડની તમામ વિગતો જાહેર કરવા કહ્યું હતું.