નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇ માટે વધુ એક દવાને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. દવા કંપની એલી લિલીએ (Eli Lilly) મંગળવારે બતાવ્યુ કે તેને કોરોના વાયરસ બિમારીના ઇલાજ માટે ભારતમાં પોતાની એન્ટીબૉડી દવાઓને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. ભારતમાં સામાન્યથી લઇને મૉડરેટ સુધીના કૉવિડ-19 દર્દીઓની સારવાર માટે bamlanivimab 700mg અને etesevimab 1,400mgના કૉમ્બિનેશનને મંજૂરી આપવામાં આવી છે. 


એલી લિલીની ઇન્ડિયા સબકૉન્ટિનેન્ટની મેનેજિંગ ડાયરેક્ટર લૂકા વિસીનીએ કહ્યું- અમને આનંદ છે કે અમારી પાસે ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે વધુ એક ઉપચાર ઓપ્શન છે. લિલી ભારત અને દુનિયાભરમાં કૉવિડ-19 મહામારી વિરુદ્ધ લડાઇમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે અહીં આકલન અને મૂલ્યાંકન કરવાનુ ચાલુ રાખીશુ કે અમારી હાલની પૉર્ટફોલિયા અને ચાલી રહેલી શોધથી કૉવિડ-19 દર્દીઓને કેવી રીતે ફાયદો થઇ શકે છે. 


ઉલ્લેખનીય છે કે, bamlanivimab 700mg અને etesevimab 1,400mgને એક સાથે ઇન્જેક્શનના માધ્યમથી કોરોના સંક્રમિત મોટા અને બાળકો (12 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના, ઓછામાં ઓછા 40 કિલોગ્રામ વજન વાળા)ને આપવામાં આવી શકે છે. આ ઉપરાંત કંપનીના નિવેદન પ્રમાણે, લિલી ભારત સરકાર અને નિયામક અધિકારીઓની સાથે બામલાનિવિમાબ અને એટેસેવિમૈબને દાન કરવા માટે પણ વાતચીતની પ્રક્રિયામાં છે, જેથી કૉવિડ-19ના દર્દીઓ માટે દવાની પહોંચમાં ઝડપ લાવી શકાય.




કોણ લઇ શકે છે ઇન્જેક્શન?
કંપની અનુસાર આ ઇન્જેક્શન લેવા વાળા દર્દીઓની પાસે કોરોનાનો RT-PCR ટેસ્ટનો પૉઝિટીવ રિપોર્ટ હોવો જોઇએ. હૉસ્પીટલમાં ગંભીર ભરતી દર્દીઓને આ ઇન્જેક્શન આપવામાં આવશે. જોકે સંક્રમિત ઓક્સિજન સપોર્ટ પર ના હોવો જોઇએ.