post  vaccine  diet:કોરોના વાયરસની બીજી લહેરથી બચવા માટે વેક્સિન એક જ માત્ર રક્ષા ક્વચ છે. વેક્સિન બાદ તાવ, માથામાં દુખાવા જેવી આડઅસર જોવા મળે છે. તબીબોનું માનવું છે કે,. પ્રોપર ડાયટથી વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઘટાડી શકાય છે તેમજ તેનાથી વેક્સિનની અસરને પણ વધારી શકાય છે. 

Continues below advertisement

કાચા લસણમાં મેગનીઝ, વિટામિન બી6, વિટામીન સી હોય છે. તે કેલ્શિયમ, પોટેશ્યિમથી ભરપૂર છે. ડુંગળી અને લસણને ઇમ્યુનિટી બૂસ્ટર કહેવાય છે. તેને ડાયટમાં સામેલ અવશ્ય કરો. 

જે ફળોમાં પાણીની વધુ માત્રા હોય છે, જે વેક્સિનની આડઅસરને ઓછી કરવામાં કારગર છે. આ ફળોનું ભરપૂર માત્રામાં સેવન કરી શકો છો. તરબૂચ. શક્કર ટેટી, અનાનસ. કાકડીનું વેક્સિન બાદ સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં પણ મદદ કરે છે. 

Continues below advertisement

એક્સ્પર્ટના મત મુજબ વેક્સિન લેતા પહેલા અને ત્યારબાદ શરીરને હાઇડ્રેઇટ રાખવું પણ જરૂરી છે. આ પ્રકારનું ડાયટ લેવાથી સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે. આ ફળો વેક્સિનની અસરને વધારી શકે છે અને આ ફળોને સવારે નાસ્તોમાં લો. ખૂબ પાણી પીવો પરંતુ ફ્રીઝનું પાણી અવોઇડ કરો. 

કોઇ પણ દવાની ગંભીર સાઇડ ઇફેક્ટથી બચવા માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. લીલા શાક ઇમ્યુનિટી વધારે છે. લીલા શાક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે આંતરડાની ફિટનેસ માટે પણ ઉત્તમ છે. આપ વેક્સિન લગાવવા જઇ રહ્યા છો તો કોશિશ કરો કે આપના ડાયટમાં ગ્રીન વેજિટેબલ્સ સામેલ હોય. ગ્રીન વેજીટેબલ, સલાડ, સૂપ અને સબ્જીના રૂપે લઇ શકો છો. 

સાબૂત અનાજને ડાયટમાં સામેલ કરો, સાબૂસ અનાજ વેક્સિનની આડઅસરને ઓછી કરે છે. બ્રાઉન રાઇસ, પોપકોર્ન, બાજરા, રાગી, જ્વારા, ઓટસ.ને ડાયટમાં સામેલ કરો. પુરતી ઉંધ લો. આ તમામ ટિપ્સને ફોલોને કરીને કોવિડની વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે તેમજ તેની અસરકારકતા વધારી શકાય છે. આ પ્રકારનું ડાયટ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. 

વેક્સિન લેતાં પહેલા સારી ઉંઘ લેવી પણ જરૂરી છે. ઊંઘ ન લેવાની વિપરિત અસર ઇમ્યુનિટી પર પડે છે.આ સ્થિતિમાં વેક્સિનના સાઇ઼ડ ઇફેક્ટ વધુ મહેસૂસ થાય છે. થકાવટ અને સુસ્તી મહેસૂસ થાય છે. તો વેક્સિન પહેલા બાદ બોડીને પૂરતો આરામ દેવો જરૂરી છે.