કોરોનાની મહામારીમાં જ્યારે દુનિયાભરમાં  આર્થિક નુકસાનની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ સમયમાં દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ ઇલોનની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઇ રહી છે. તો આવો જાણીએ મસ્ક કેવી જેફ બેઝોસને પાછળ મૂકી પ્રથમ નંબર પર આવી ગયા?


માત્ર 12 વર્ષની ઉંમરે કમાયા 500 ડોલર

ઇલોનનો જન્મ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. ઇલોન જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાના ડિવોર્સ થઇ ગયા હતા. ઇલોને કમ્પ્યુટર કોડિંગનો કોર્સ કર્યો હતો અને માત્ર 12 વર્ષની ઉંમરમાં વીડિયો ગેમ બનાવી હતી અને 500 ડોલરમાં વેચી હતી.

2004માં ટેસ્લામાં કરી એન્ટ્રી

ફેબ્રુઆરી 2004માં ઈલોન મસ્કે ટેસ્લામાં  7.5 લાખ ડોલરનું રોકાણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ટેસ્લાના ચેરમેન બન્યા. ઉત્તરોતર પ્રગતિ કરતા તેઓ 2008માં ચેરમેનમાંથી ટેસ્લાના CEO બની ગયા.

અન્ય કમાણીનો સોર્સ ક્યાં છે?

ઇલોન મસ્ક પાસે 15.3 અબજ ડૉલરના શેર છે. શેર ઉપરાંત 2018માં મસ્કે બોરિંગ કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં તેમણે 800 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.આ કંપનીમાં 90% રોકાણ મસ્કનું છે.

35માં ક્રમાંકેથી પ્રથમ સ્થાન મેળવ્યું

ઇલોનનું દુનિયાના ધનાઢ્યમાં 35મું સ્થાન હતું. જેમાંથી તે દુનિયાની પ્રથમ ધનાઢ્ય વ્યક્તિ બની ગઇ છે. ઇલોન મસ્ક પાસે ટેસ્લા કંપનીના 20,8 શેર છે.જેની કિંમત 120 અબજ ડોલરની આસપાસ છે. ટેસ્લાના શેર એક વર્ષમાં 700 ટકા અપ જતાં તે દુનિયાની પ્રથમ ધનાઢ્ય વ્યક્તિ બની ગયા.