અમેરિકામાં યૂએસ કેપિટલમાં ટ્રમ્પ સમર્થકોએ તોફાન કર્યાં બાદ ટ્રમ્પનું ટવિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. જેના પણ કંગનાએ ટિવટ કરતા તેને અભિવ્યકિતની આઝાદી વિરોધ ગણાવ્યું છે.
કંગનાએ ટવિટર હેડ જૈક ડોર્સી પર નિશાન સાધતા જણાવ્યું કે, ‘ઇસ્લામી દેશ અને ચીની પ્રોપેગેન્ડાએ આપને ખરીદી લીધા છે. આપણે માત્ર આપનો કાયદો જ દેખાય છે. જેથી આપ માત્ર આપના માટે સ્ટેન્ડ લો છો. આપ ખૂબજ બેશરમી સાથે બીજાના વિચારો સાથે ઇન્ટોલરન્સ કરો છો.આપ બસ તમારી જ લાલચના ગુલામ બની રહ્યાં છો’
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને સસ્પેન્ડ કર્યાં બાદ સોશિયલ મીડિયા પર વિચારોની અભિવ્યક્તિની આઝાદીને લઇને એક જંગ છેડાઇ છે. જેના પગલે ટવિટર હેડ જેક ડોર્સીનું ખૂબ જ જુનુ ટ્વિટ પણ વાયરલ થયું છે. જેમાં લખ્યું છે કે, ‘ટ્વિટર હંમેશા અભિવ્યક્તિની આઝાદીને સાથે ઉભું છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. જે હેમંશા સાચું બોલે છે’
સોશિયલ મીડિયા પર ટવિટ પર જ કંગનાએ નિશાન સાધતાં કેટલાક સવાલ ઉઠાવ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર કંગનાના મતનો કેટલાક લોકોએ વિરોધ કર્યો છે અને ટ્રમ્પના ટવિટર અકાઉન્ટના સસ્પેન્શનનો નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકોએ કંગનાનું સમર્થન પણ કર્યં છે.