Emergency Alert on Phone: ભારત સરકાર પોતાની ઈમરજન્સી એલર્ટ સિસ્ટમને ટેસ્ટ કરી રહી છે. આ સિસ્ટમને ટેસ્ટ કરવા માટે સરકારે એક મેસેજ મોકલ્યો છે જે દેશભરના ઘણા યુઝર્સના સ્માર્ટફોન પર આવ્યો છે. દેશભરમાં ઘણા યુઝર્સને ઈમરજન્સી એલર્ટના નામે આ મેસેજ મળ્યો છે. આ મેસેજ મોટા બીસ સાઉન્ડ સાથે મોકલવામાં આવ્યો છે જે Emergency Alert: Severe ફ્લેશ સાથે આવ્યો છે.


આ મેસેજ પેન ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો એક ભાગ છે, જે National Disaster Management Authority  દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ સિસ્ટમનો ઉપયોગ ઈમરજન્સી સમયે લોકોને એલર્ટ કરવા માટે કરવામાં આવશે.


કેટલા વાગ્યે મોકલવામાં આવ્યો મેસેજ?


આ સિસ્ટમને ટેસ્ટ કરવા માટે Jio અને BSNLના ગ્રાહકોને બપોરે 1.30 વાગ્યે ફ્લેશ મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજ C-DOT (સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ બાય ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ) દ્વારા મોકલવામાં આવ્યો હતો.


મેસેજનો હેતુ ઈમરજન્સી વોર્નિંગ સિસ્ટમની ક્ષમતાઓ અને સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમની ક્ષમતા અને અસરકારકતાનું પરીક્ષણ કરવાનો રહેશે. C-DOTના CEO રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે આ ટેક્નોલોજી હાલમાં એક ફોરન વેન્ડર મારફતે ઉપલબ્ધ છે, તેથી C-DOT આ સિસ્ટમને ઇન-હાઉસ વિકસિત કરી રહ્યું છે.                                                             


શું લખ્યું હતું મેસેજમાં?


તેમણે કહ્યું હતું કે , 'સેલ બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર હાલમાં કામ ચાલી રહ્યું છે. તેને NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવશે, જેનો ઉપયોગ ઈમરજન્સી દરમિયાન સીધા ફોન પર મેસેજ મોકલવા માટે કરવામાં આવશે. આ ટેક્નોલોજીનું હાલમાં Jio અને BSNL પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સેલ બ્રોડકાસ્ટિંગ મેસેજીસના ઘણા વર્ઝન છે, જેને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. યુઝર્સને મોકલવામાં આવેલા મેસેજમાં લખ્યું હતું કે 'આ એક SAMPLE TESTING MESSAGE છે, જેને C-DOT, ભારત સરકાર તરફથી મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને આ સંદેશને ઇગ્નોર કરો. આમાં કોઈ એક્શનની જરૂર નથી. આ મેસેજને ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યો છે.