Air India Flight Emergency: ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB613 હાઈડ્રોલિક ફોલ્ટને કારણે બે કલાકથી વધુ સમય સુધી હવામાં ચક્કર લગાવતી રહી હતી. હાલમાં તેનું સુરક્ષિત લેન્ડીંગ થયું છે. આ ફ્લાઈટ સાંજે 5:43 કલાકે ઉડાન ભરી હતી. થોડા સમય પછી, તેમાં ખરાબી આવી હતી.






 






આ પહેલા પાઈલટની વિનંતી પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 141 મુસાફરો સવાર હતા. વાસ્તવમાં, ટેકઓફ પછી, ફ્લાઇટના પૈડા અંદર નહોતા ગયા અને પાઇલોટ્સ ફ્લાઇટને લેન્ડ કરવાની યોજના બનાવી રહ્યા હતા. એરક્રાફ્ટને પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સંપૂર્ણ ઇંધણ સાથે સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું યોગ્ય ન હોવાથી, પાઇલોટ્સે એરપોર્ટની આસપાસ ઉડતી વખતે થોડું બળતણ બાળી નાખ્યું હતું.


 






ફ્લાઇટને હળવી કરવા માટે ઇંધણ ડમ્પ કરવાની યોજના હતી


વિમાન બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહ્યું અને અંતે મુસાફરોની તાળીઓના ગડગડાટ વચ્ચે રાત્રે 8.15 વાગ્યે નીચે ઉતર્યું. અગાઉ એરક્રાફ્ટને હળવું બનાવવા માટે ફ્યુઅલ ડમ્પિંગ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. જોકે, એરક્રાફ્ટ રહેણાંક વિસ્તારો પર ચક્કર લગાવી રહ્યું હોવાથી આવું થયું ન હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સાવચેતી તરીકે અમે એમ્બ્યુલન્સ અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખી હતી. 


 






લગભગ 7.50 વાગ્યાની આસપાસ, લેન્ડિંગ ગિયરમાં સંભવિત સમસ્યાના અહેવાલો આવવા લાગ્યા અને તિરુચિરાપલ્લી એરપોર્ટ ઇમરજન્સી લેન્ડિંગની તૈયારીઓ શરૂ કરી. ઘણી એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી IANSએ તિરુચિરાપલ્લી એરપોર્ટના ડાયરેક્ટર ગોપાલકૃષ્ણનને ટાંકીને જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ માટે એરપોર્ટ પર 20 એમ્બ્યુલન્સ અને 18 ફાયર એન્જિન તૈયાર રાખવામાં આવ્યા હતા.


આ પણ વાંચો...


તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા