Flight Emergency Landing: બેંગ્લોરથી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ શમશાબાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ 6E897 સવારે 5.10 વાગ્યે રવાના થઈ હતી, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓના કારણે એરક્રાફ્ટને શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સીમાં લેન્ડ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં કુલ 137 લોકો સવાર હતા. તમામ મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું કે તમામ 137 મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટ બેંગ્લોરથી વારાણસી માટે ઉડાન ભરી હતી. આ પહેલા 1 એપ્રિલે દિલ્હીથી દુબઈ જતા કાર્ગો પ્લેન સાથે એક પક્ષી અથડાયું હતું. એલર્ટ જારી કર્યા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પક્ષી અથડાવાને કારણે પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. જોકે, થોડા સમય બાદ પ્લેન ફરી ટેક ઓફ થયું હતું.