કોરોના વાયરસે ફરી એકવાર માથુ ઉચક્યું છે જેણે દુનિયાભરમાં ચિંતા વધારી છે. કોરોનાના વધુ ત્રણ વેરિયન્ટ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓમિક્રોનનાના આ ત્રણેય વેરિયન્ટ નોઈડામાં મળ્યા છે. આ સારી સ્થિતિ ખરેખર ગંભીર છે. સાથે જ નોઈડા નવા કોરોના કેસોનું કેન્દ્ર બની રહ્યું છે. 24 કલાકમાં અહીં કોરોનાના 9 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 133 થઈ ગઈ છે. જેમાંના મોટાભાગના દર્દીઓ એસિમ્પટમેટિક હોય છે. એટલે કે, લક્ષણો ઓછા છે અથવા બિલકુલ દેખાતા નથી.
નોએડામાં સામે આવેલા કોરોનાના એમિક્રોનના આ ત્રણેય વેરિયેન્ટમાં XBB.2.3, XBB.1 અને XBB.1.5નો સમાવેશ થાય છે. નોએડામાં 8 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીની હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાં દર્દીઓમાં XBB.2.3, XBB.1 અને XBB.1.5 વેરિઅન્ટ જોવા મળ્યા છે. XBB વેરિઅન્ટ એ BA.2.75 અને BA.2.10.1 નો રિકોમ્બિનન્ટ સ્ટ્રેઇન છે. આ વેરિયન્ટ કેટલા ખતરનાક છે અને તેના લક્ષણો શું છે?
Omicronના XBB પ્રકારને અત્યંત ચેપી માનવામાં આવે છે. તે કોરોનાના કેસ ઝડપથી વધવા માટે જવાબદાર છે. ગયા વર્ષે પણ આ વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ જોવા મળ્યા હતા. તેમની હાજરી મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં જોવા મળી હતી. સિંગાપોરમાં પણ આ પ્રકારને કારણે કેસ ઝડપથી વધ્યા હતા. ઓમિક્રોન શરીરની રોગપ્રતિકારક શક્તિને થાપ આપવા માટે જાણીતો છે. તે અત્યંત ચેપી પણ છે. હવે નોઇડામાં XBB વેરિઅન્ટ જોવા મળ્યું છે.
લક્ષણો શું છે?
Omicron XBBના ત્રણ નવા વેરિયન્ટ મળ્યા છે જે જૂના વેરિયન્ટની સમાન લાક્ષણિકતાઓ ધરાવે છે. તેમાં વહેતું નાક, ગળું, તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક, ઉધરસ વગેરેનો સમાવેશ થાય છે. હવે એક વસ્તુ સામાન્ય તરીકે જોવામાં આવી રહી છે. ઘણા કિસ્સાઓમાં લક્ષણો દેખાતા જ નથી. એટલે કે, દર્દીઓ એસિમ્પટમેટિક છે. જે એક ગંભીર બાબત છે. નિષ્ણાતોના મતે કો-રોબિડિટીઝ ધરાવતી વસ્તીને નવા પેટા વેરિઅન્ટથી વધુ જોખમ છે.
કેવા પ્રકારની સાવચેતી રાખવી?
હાલ વાતાવરણમાં અણધાર્યું પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ પ્રકારના હવામાનમાં લોકો કોઈપણ રીતે વાયરલ ચેપને કારણે શરદી અને તાવનો શિકાર બને છે. નવા વેરિઅન્ટના લક્ષણો પણ આ વાયરસ જેવા જ છે. તેથી જો લક્ષણો દેખાય તો તબીબી સલાહને ગંભીરતાથી લો. કોવિડ યોગ્ય વર્તન રાખો. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો. માસ્ક પહેરવાનું રાખો. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા રહો.
XBB.1.16 એ મચાવ્યો છે હાહાકાર
Omicronના વધુ એક XBB સબ-વેરિયન્ટ XBB.1.16એ મહારાષ્ટ્રમાં તરખાટ મચાવ્યો છે. આ તમામ પેટા વેરિયન્ટ્સ મ્યુટેશનને કારણે વિકસી રહ્યા છે. XBB.1.16નો ટ્રાન્સમિશન રેટ ઘણો ઊંચો છે. ઓમિક્રોનનું આ મ્યુટન્ટ સ્ટ્રેઈન હાઈબ્રિડ ઈમ્યૂનિટીને પણ મ્હાત આપી શકે છે. ચિંતાનો વિષય એ પણ છે કે, રસીકરણ સાથેની રોગપ્રતિકારક શક્તિ પણ તેના ચેપને રોકવામાં સક્ષમ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ આ અંગે ચેતવણી આપી છે.