નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારમાં કામ કરનારા આ કર્મચારીઓની ગ્રેજ્યુઇટીમાં 1 થી 7 લાખ સુધીનો ફાયદો થશે. તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ (ડીએ)માં સરકાર તરફથી વધારો કરવામા આવ્યો છે, આ પછી આ કર્મચારીઓને લાભ મળશે. કેન્દ્ર સરકાર રિટાયર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારાનો ફાયદો આપવા રાજી થઇ ગઇ છે. સરકારના આ પગલાથી જૂનિયરથી સીનિયર લેવલના કર્મચારીઓને રિટાયરમેન્ટ ફંડમાં લગભગ 1 લાખથી 7 લાખ રૂપિયાનો વધારો થશે. સરકાર તરફથી આ ફાયદો ગ્રેજ્યુઇટી અને રજાઓના બદલે રોકડ ચૂકવણી તરીકે માન્ય રહેશે.
સરકાર તરફથી ડીએને 17 ટકાનો વધારો 28 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ફેંસલાથી લગભગ 65.26 લાખ પેન્શનર્સ અને લગભગ 48.34 લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો મળશે. સરકારના આ ફેંસલા બાદ કર્મચારીઓના માસિક વેતન, પ્રૉવિડન્ડ ફન્ડ એટલે કે પીએફ અને ગ્રેજ્યૂઇટીની રકમમાં ફાયદો મળશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી કર્મચારીઓને આપવામાં આવી રહેલા મોંઘવારી ભથ્થામાં વધારા પર રોક લગાવી દીધી હતી. હવે ડીએમાં 11 ટકાનો વધારો કર્યો છે, જે 1લી જુલાઇ, 2021 થી લાગુ કરવામાં આવ્યો છે. વળી કર્મચારી માંગ કરી રહ્યાં હતા કે તેમને સરકાર વધારો રોકવાના સમયથી જ ચૂકવણી કરે. જોકે સરકારે આમ કરવાનો ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકાર તરફથી પેન્શનર્સને પણ લાભ આપવામાં આવ્યો છે. પેન્શનર્સને પણ મોંઘવારી રાહત (ડીઆર)માં 11 ટકાનો વધારો કર્યો છે. આને પણ 1લી જુલાઇ 2021થી લાગુ કરવામાં આવશે.
સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો, શું રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે ?
છેલ્લા બે મહિના દરમિયાન સોનું 1359 રૂપિયા સસ્તું થયું છે. ત્યારે હવે એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં સોનું રેકોર્ડ તોડી ઉચ્ચ સપાટીએ પહોંચશે. એટલે કે, આવનારા સમયમાં તે અપેક્ષા કરતા ઘણું મોંઘુ થશે. જોકે હાલમં સોનાની કિંમત રેકોર્ડ સ્તરથી નીચે ચાલી રહી છે.
ભારતીય બુલિયન બજારમાં, ગયા સપ્તાહે શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે સોનું 365 રૂપિયા ઘટીને 45,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે, ચાંદીના ભાવમાં રૂ. 21નો ઉછાળો નોંધાયો હતો. ચાંદી રૂપિયા 59 હજાર 429 પર બંધ થઈ હતી.