જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકવાદીઓના ખાતમા માટે  ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન, મંગળવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ 2-3 આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે જેમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.

આતંકીઓનો શીર્ષ કમાન્ડર માર્યો ગયો

હકીકતમાં, જમ્મુ અને કાશ્મીરના શોપિયાના કેલર જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. આ પછી, વિસ્તારની ઘેરાબંધી કડક કરી દેવામાં આવી છે અને વધુ સુરક્ષા દળોને આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એવું માનવામાં આવે છે કે, આ વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓ ફસાયેલા છે. અહેવાલો અનુસાર, સુરક્ષા દળોએ શોપિયામાં ટોચના આતંકવાદી કમાન્ડરોને ઘેરી લીધા છે.

આતંકવાદીઓનો  હાજરી અંગે ચોક્કસ માહિતી મળી હતી

અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોને શોપિયાના શુક્રુ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ માહિતી મળી હતી. જ્યારે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી અને શોધખોળ શરૂ કરી, ત્યારે આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ આ ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો.

પહેલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર લગાવાયા

સુરક્ષા દળોએ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે પણ કાર્યવાહી શરૂ કરી છે. કાશ્મીરમાં પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ત્રણ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો સતત કાર્યવાહી કરી રહ્યા છે. કાશ્મીરમાં પોસ્ટરો લગાવીને સામાન્ય લોકો સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી દરેક વ્યક્તિ આ આતંકવાદીઓને ઓળખી શકે.