Kulgam: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે મોટી અથડામણ થઈ છે. આ દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી અને 5 આતંકીઓને ઠાર માર્યા હતા. જો કે આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
કુલગામ જિલ્લાના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોએ લગભગ 1-2 આતંકીઓને ઘેરી લીધા છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સામે આવી હતી, જે બાદ સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનને ઝડપી કરી દીધું છે. બે મહિના પહેલા 28 ઓક્ટોબરે સુરક્ષા દળોએ જમ્મુના અખનૂર વિસ્તારમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યારબાદ આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
સેનાના વાહન પર ગોળીઓ છોડવામાં આવી હતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે આર્મી એમ્બ્યુલન્સ ગામમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ગામમાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો, જે સેનાના વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પછી સેનાના જવાનોએ પોલીસ સાથે મળીને ગામ અને આસપાસના વિસ્તારોને કોર્ડન કરી લીધો અને સરહદ પારથી ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને શોધી કાઢવા અને તેને ઠાર મારવા માટે ઓપરેશન હાથ ધર્યું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ઉમર ખાલિદને મળ્યા 7 દિવસના વચગાળાના જામીન, કડકડડૂમા કૉર્ટે આપી રાહત