આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરમાં સેનાનું પહેલુ એન્કાઉન્ટર, બારામુલામાં એક આતંકી ઠાર
abpasmita.in | 21 Aug 2019 09:31 AM (IST)
ઉલ્લેખનીય છે કે 5મી ઓગસ્ટ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ શાંતિ હતી, હવે અહીં પહેલુ એન્કાઉન્ટર થયુ છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં આતંકીઓ સાથે ભારતીય સેનાનું પહેલુ એન્કાઉન્ટર થયુ, જમ્મુ-કાશ્મીરના બારામુલા વિસ્તારમાં કરવામાં આવેલા આ એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ એક આંતકીને ઠાર માર્યો હતો, જોકે, આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થયો હતો. ખરેખર, સુરક્ષાદળોને બાતમી મળી હતી કે બારામુલા વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલા છે, ત્યારબાદ સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન બાદ ફાયરિંગ કરી એક આતંકીને ઠાર માર્યો હતો. આ ઘટનામાં એક જવાન પણ શહીદ થયો હતો. ઉલ્લેખનીય છે કે 5મી ઓગસ્ટ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ શાંતિ હતી, હવે અહીં પહેલુ એન્કાઉન્ટર થયુ છે. પાકિસ્તાન તરફથી આ મામલે સતત ધૃણા ફેલાવવામાં આવી રહી છે.