ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું છે. ડાબોડી પૂર્વ સ્પિનરે સોશિયલ મીડિયા દ્વાર મોદી સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કર્યો છે. પાનેસરે ટ્વિટર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની એક તસવીર શેર કરી છે. એક વીડિયો પણ શેર કર્યો છે. પાનેસરે ટ્વીટમાં લખ્યું, ‘શું થશે જો ખરીદદાર એવું કહી દે કે કરાર પૂરો નહીં થઈ શકે, કારણ કે પાકની ગુણવત્તા એવી નથી જેવી કહેવામાં આવી હતી. એવામાં ખેડૂત પાસે સુરક્ષા માટે શું હશે? કિંમત નક્કી કરવાનો વિકલ્પ તેમાં(નવા કાયદામાં)નથી?’

અન્ય એક ટ્વીટમાં પાનેસરે લખ્યું, ‘ખેડૂતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો એમએસપી સિસ્ટમને ખત્મ કરે છે અને તેમને મોટા કોર્પોરેટરોના ભરોસે છોડી દીધા છે. તેમમે પોતાના ટ્વીટમાં પીએમ મોદીને ટેગ પણ કર્યા છે.




પાનેસરે લખ્યું, ‘કૃષિ સાથે જોડાયેલ આ ત્રણેય બિલ, જે સંસદમાં પસાર થયા બાદ કાયદો બની ગયા છે. આ કાયદો તમામ અનાજ, દાળ, ઓઈલ સીડ અને ડુંગળી પર લાગેલ ટ્રેડ પ્રતિબંધ અને કિંમત નિયંત્રણ હટાવે છે, તેનો ફાયદો માત્ર વચેટીયાઓને અને વેપારીઓને થશે. ખેડૂતો ઇચ્છે છે કે સરકારે આ ત્રણેય કાયદાને હટાવીને ફીથી તેમને નવા કાયદા દ્વારા એમએસપીની ગેરેન્ટી દે. આ જ કારણથી હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.’






પાનેસરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘ભારતના ખેડૂતો પોતાની સરાકર પાસે પોતાના સવાલોના જવાબ માગી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે @BJP @narendramodi #famers #IndianFarmers @BorisJohnson @DominicRaab ને ટેગ કર્યા છે. વીડિયોમાં કૃષિ કાયદાને લઈને ખેડૂતોના વિરોધની વાદ કહેવામાં આવી છે.