Cash For Query Case: TMC સાંસદ મહુઆ મોઇત્રા સંસદમાં લાંચ લઈને પ્રશ્નો પૂછવાના મામલામાં તેમનું સભ્યપદ ગુમાવી શકે છે. મામલા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલાની તપાસ કર્યા બાદ સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવાની ભલામણ કરી છે. તો બીજી તરફ, ભ્રષ્ટાચાર વિરોધી પેનલે આ જ કેસમાં મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ આપ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ દાવો કર્યો છે મહુઆ સામેના આરોપોના ડ્રાફ્ટ રિપોર્ટ પર વિચારણા કરવા એથિક્સ કમિટીની 9 નવેમ્બરે બેઠક મળશે. સમિતિએ ગુરુવારે સાંજે 4 વાગ્યે મહુઆને બોલાવી છે.


 






સમિતિએ પોતાની ભલામણમાં રાષ્ટ્રીય સુરક્ષાને સૌથી મહત્વપૂર્ણ આધાર બનાવ્યો હતો. તેની ભલામણમાં, સમિતિએ કહ્યું છે કે મહુઆ મોઇત્રાએ તેના સંસદીય ખાતાની લોગિન વિગતો અનધિકૃત વ્યક્તિઓ સાથે શેર કરી છે, જે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરે છે. સમિતિએ આને ગંભીર અપરાધ ગણાવ્યો છે અને તેથી મહુઆ મોઇત્રાની 17મી લોકસભાની સદસ્યતા બરતરફ કરવાની ભલામણ કરી છે. સમિતિએ તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત "અનૈતિક, જઘન્ય અને અપરાધિક કૃત્ય" ગણાવ્યું છે અને તેની સમયસર તપાસ કરવા ભારત સરકારને ભલામણ કરવામાં આવે છે.


હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નિર્ણય લેવાનો છે


આ સિવાય મોઇત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી જે રોકડ અને અન્ય સુવિધાઓ લીધી છે, તેની Money Trail પણ સમયમર્યાદામાં કરવાની ભલામણ કરવામાં આવી છે. એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાના મામલામાં 500 પાનાનો રિપોર્ટ આપ્યો છે. સમિતિએ લોકસભા સચિવાલયને એવી પણ ભલામણ કરી છે કે આ સમગ્ર મામલામાં કાયદાકીય, સઘન, સંસ્થાકીય અને સમયબદ્ધ તપાસ થવી જોઈએ. હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નિર્ણય લેવાનો છે.


લોગીન આઈડી અને પાસવર્ડ શેર કરવા માટે આકરી સજા થવી જોઈએ
લોગ-ઈન આઈડી અને પાસવર્ડ શેર કરવાના આરોપો પર એથિક્સ કમિટીએ કહ્યું છે કે મહુઆને આ ગંભીર ગુના માટે કડક સજા મળવી જોઈએ.


બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે મહુઆએ સંસદમાં સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ગિફ્ટ લીધી હતી. આ મામલો સ્પીકરે એથિક્સ કમિટીને મોકલ્યો હતો.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial