Ayushman Bharat Digital Mission:  મોદી સરકારે વૃદ્ધ લોકોને મોટી ભેટ આપી છે. હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરીકને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી. તેમણે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે, વૃદ્ધને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે, આ નિર્ણયથી 6 કરોડ વૃદ્ધ નાગરિકો અને 4.5 કરોડ પરિવારોને ફાયદો થશે. આ યોજના અંદર પહેલાથી જ કલર કરી લેવામાં આવેલા પરિવારોને તેમના પરિવારના વડીલો માટે 5 લાખ રૂપિયાનું વધારાનું કવર આપવામાં આવશે.


 






હવે કેન્દ્ર સરકારની મંજૂરી મળતા 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો મેળવવા માટે પાત્ર બની જશે. તમને જણાવી દઈએ કે, પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરિકોને AB PM-JAY હેઠળ એક નવું યુનિક કાર્ પણડ આપવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પહેલેથી જ આવરી લેવાયેલા પરિવારોમાંથી 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પોતાના માટે વાર્ષિક રૂ. 5 લાખ સુધીનું વધારાનું ટોપ અપ કવર મળશે (જે તેમણે અન્ય સભ્યો સાથે શેર કરવું પડશે નહીં).


કેન્દ્રીય કેબિનેટમાં આ 6 મોટા નિર્ણયો


આયુષ્માન ભારત અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજની સાથે સાથે કેન્દ્રીય કેબિનેટે વધુ પાંચ મોટા નિર્ણયો પણ લીધા છે. જેમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ કરવા માટે બજેટીય સહાયની યોજનામાં સુધારાની મંજૂરી, સાર્વજનીક પરિવહન સત્તાવાળાઓ વતી ઇ-બસની ખરીદી અને સંચાલન માટે પીએમ-ઈબસ સર્વિસ-પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમ (PSM) યોજનાનો સમાવેશ થાય છે માટે, નાણાકીય વર્ષ 2024-25 થી 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, બે વર્ષના સમયગાળામાં રૂપિયા 10 હજાર 900 કરોડના ખર્ચ સાથે નવીન વાહન પ્રમોશન (પીએમ ઇ-ડ્રાઇવ) યોજનામાં પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઇવ ક્રાંતિની પરવાનગી - IV (PMGSY-IV) અને બે વર્ષમાં રૂપિયા 2 હજાર કરોડના ખર્ચ સાથે વધુ હવામાન તૈયાર અને જલવાયું-સ્માર્ટ ભારત બનાવવા માટે મિશન મૌસમ'ને મંજુરી આપવામાં આવી છે.


આ પણ વાંચો...


અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી