EWS Quota SC Verdict: દેશમાં આર્થિક આધાર પર 10 ટકા અનામત યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટના પાંચમાંથી ત્રણ જજોએ પક્ષમાં આપ્યો ચુકાદો

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો

gujarati.abplive.com Last Updated: 07 Nov 2022 11:38 AM
દેશમાં આર્થિક આધાર પર અનામત યથાવત રહેશે

આર્થિક આધાર પર અનામતના વિરુદ્ધમાં નિર્ણય આપતા જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે વસ્તીનો મોટો હિસ્સો SC/ST/OBCનો છે. તેમાંથી ઘણા ગરીબ છે. તેથી 103મો સુધારો ખોટો છે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે.તેમણે કહ્યું કે કલમ 15(6) અને 16(6)ને રદ કરવી જોઈએ. જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે પણ આર્થિક આધાર પર અનામતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટના નિર્ણય સાથે સહમત છું. એટલે કે, સુપ્રીમ કોર્ટે 3-2ની બહુમતીથી EWS અનામતને સમર્થન આપ્યું છે. આ બાબતે કોર્ટે EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી કર્યા પછી 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

ત્રણ જજ EWSના સમર્થનમાં

પાંચ જજની બેન્ચમાં ત્રણ જજ જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના સમર્થનમાં ચુકાદો આપ્યો છે. જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS અનામત પર પોતાની અસહમતિ વ્યક્ત કરી છે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી

વાસ્તવમાં કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 5 જજોની બેન્ચમાં ત્રણ જજોએ EWS અનામતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે હજુ બે જજોનો અભિપ્રાય બાકી છે.

આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી

જસ્ટિસ દિનેશ માહેશ્વરીએ કહ્યું હતું કે મોટો સવાલ એ હતો કે શું EWS અનામત બંધારણના મૂળ ભાવનાની વિરુદ્ધ છે. શું તેનાથી એસ-એસટી-ઓબીસીને બહાર રાખવું મૂળ ભાવનાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું કે EWS અનામત બંધારણનો ભંગ કરતી નથી. EWS અનામત યોગ્ય છે. આ બંધારણની કોઇ જોગવાઇનો ભંગ કરતું નથી. આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે હું જસ્ટિસ દિનેશ માહેશ્વરીના મત સાથે સહમતિ વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે EWSને લઇને ચુકાદો આપ્યો હતો

બ્રેકગ્રાઉન્ડ

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો.  આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી.

જસ્ટિસ દિનેશ માહેશ્વરીએ કહ્યું હતું કે મોટો સવાલ એ હતો કે શું EWS અનામત બંધારણના મૂળ ભાવનાની વિરુદ્ધ છે. શું તેનાથી એસ-એસટી-ઓબીસીને બહાર રાખવું મૂળ ભાવનાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું કે EWS અનામત બંધારણનો ભંગ કરતી નથી. EWS અનામત યોગ્ય છે. આ બંધારણની કોઇ જોગવાઇનો ભંગ કરતું નથી. આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે હું જસ્ટિસ દિનેશ માહેશ્વરીના મત સાથે સહમતિ વ્યક્ત કરી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.