બેંગલુરુઃ દેશમાં આજે પણ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર જ ચૂંટણી લડે છે. પરંતુ આ દરમિયાન કર્ણાટક ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બી.સ. યેદીપુરપ્પાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે માત્ર મોદી વેવથી ચૂંટણી ના જીતી શકાય.
શું કહ્યું યેદિયુરપ્પાએ
યેદિયુરપ્પાએ કહ્યું, કર્ણાટકમાં ભાજપ માત્ર મોદી વેવ પર સવારી કરીને ચૂંટણી નહીં લડી શકે. ભાજપ કોર કમિટીની બેઠકને સંબોધતાં તેમણે કહ્યું, આપણે એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે માત્ર વડાપ્રધાન મોદીના નામે આપણે ચૂંટણી જીતી શકીશું. મોદીના નામે લોકસભા ચૂંટણી લડવી સહેલી છે પરંતુ સ્થાનિક ચૂંટણી વખતે વિકાસના ફળ જનતા સુધી પહોંચે તો જ જીતમાં મદદ મળી શકે છે.
પૂર્વ મુખ્યમંત્રીએ બીજી શું કરી ટકોર
કર્ણાટકમાં હાલ ભાજપ બસવરાજ બોમ્મઈના નેતૃત્વમાં જિલ્લા, તાલુકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે જ યેદીયુરપ્પાએ આ ટિપ્પણી કરી છે. બેઠકમાં યેદિપુરપ્પાએ પક્ષાના કાર્યકર્તાઓને આગામી ચૂંટણીમાં વિરોધપક્ષને હળવાશથી ન લેવાની ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, વિરોધ પક્ષ પણ પોતાની આગાવી તાકાત ધરાવે છે.
યેદિયુરપ્પાએ મોદી વેવ મુદ્દે આપેલા નિવેદનની જાણ ભાજપના મોવડી મંડળને પણ કરવામાં આવી છે.
દેશમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, જાણો આજે કેટલા કેસ નોંધાયા અને કેટલા લોકોના થયા મોત
દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઘટાડો થયો છે. આ પહેલા સતત પાંચ દિવસ કોરોનાના 30 હજારથી વધારે કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,115 નવા કેસ અને 252 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 34,469 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં અત્યાર સુધીમાં 81,85,13,827લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 96,46,778 લોકોને રસી અપાઈ હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 55,50,35,717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,13,951 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.