કોલકાતા: પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ  દિલીપ ઘોષને  અધ્યક્ષ પદેથી પાર્ટીએ હટાવી દીધા છે. દિલીપ ઘોષને હવે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દિલીપ ઘોષની જગ્યાએ ડો. સુકાંતા મજૂમદારને બંગાળ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ  બેબી રાની મૌર્યને પણ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. તેઓ હાલમાં જ  ઉત્તરાખંડના રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યું હતું. 

Continues below advertisement

ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણય બાદ વિધાનસભામાં નેતા વિપક્ષ શુભેંદુ અધિકારીએ ટ્વીટ કરી દિલીપ ઘોષ અને મજૂમદારને શુભેચ્છાઓ આપી છે. તેમણે કહ્યુ કે, મને વિશ્વાસ છે કે બંને પાર્ટીને મજબૂત કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે.  મહત્વનું છે કે બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપના ચાર ધારાસભ્ય અને એક સાંસદ તૃણમૂલમાં સામેલ થઈ ચુક્યા છે. આજે બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં હાર માટે આશિંક રૂપથી જવાબદાર છે. 

તેમણે કહ્યું- ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની ટિપ્પણીઓ વિદ્યાસાગર, રવીન્દ્રનાથ ટાગોર અને સત્યજીત રેની સંસ્કૃતિ સાથે મેળ ખાતી નહોતી અને બંગાળીઓના લોકાચારથી અલગ રહેતી હતી. બંગાળી જનમાનસમાં પાર્ટીના પતનમાં આ પણ એક કારણ રહ્યું હતું. 

Continues below advertisement

જુલાઈમાં કેન્દ્રીય મંત્રી પદેથી હટાવ્યા બાદ રાજનીતિ છોડવાની જાહેરાત કરનાર સુપ્રિયો 18 સપ્ટેમ્બરે ટીએમસીમાં જોડાયા હતા. આ પહેલા બે મેએ પરિણામ આવ્યાના થોડા દિવસ બાદ મુકુલ રોય ભાજપ છોડી ટીએમસીમાં સામેલ થઈ ગયા હતા. 

મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી શુભેચ્છા મુલાકાત 

ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્હી પ્રવાસે ગયા છે. આ દરમિયાન તેમણે  દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો, તેઓ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમજ ભૂપેંદ્ર પટેલે રાષ્ટ્પતિ કોવિંદ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો આ પ્રથમ દિલ્હી પ્રવાસ છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દિલ્હીમાં આજે પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદીને મળ્યા છે. પીએમઓ દ્વારા ભૂપેંદ્ર પટેલ અને પીએમ મોદીની તસવીર ટ્વિટ કરવામાં આવી છે.