નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશની બગડતી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અર્તવ્યવસ્થાની આજની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. જીડીપી 5 ટકા પર પહોંચવો આ વાતનો સંકેત છે. આપણે લાંબી મંદીની જાળમાં ફસાઈ ચુક્યા છીએ. ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી આગળ વધવાની ક્ષમતા છે પરંતુ મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી દીધી છે. આપણી અર્થવ્યવસ્થા નોટબંધી અને જીએસટીને જલદી લાગુ કરવાની ભુલોથી રીકવર નથી થઈ શકી.


ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને મનમોહન સિંહે કહ્યું, ભારતીય અર્થવ્યવસ્થા હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. ગત ત્રિમાસિકમાં ભારતનો વિકાસ દર 5 ટકા હતા. જે દેખાડે છે કે ભારત મંદીની જાળમાં ફસાઈ ચુક્યું છે. ઘરેલુ માંગમાં નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી છે અને વપરાશ વૃદ્ધિ 18 મહિનાના સૌથી નીચલા સ્તર પર છે. નોમિનલ જીડીપી 15 વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. રોકાણકારોમાં ભારે ઉદાસીનતા છે. રાજનીતિને બાજુએ મુકીને અર્થવ્યવસ્થાને આ સંકટમાંથી બહાર કાઢવા તમામ સમાજદારો સુધી અવાજ પહોંચાડો તેવી સરકારને હું વિનંતી કરું છું.


નોકરીની તકો પેદા કરવા પર પણ મનમોહન સિંહે મોદી સરકારને ઘેરી. તેમણે કહ્યું ઓટોમોબાઇલ સેક્ટરમાં 3.5 લાખ નોકરીઓ ગઈ છે. આ રીતે અસંગઠિત ક્ષેત્રમાં પણ મોટા પાયે નોકરીઓ ગઈ છે. ગ્રામીણ ભારતની સ્થિતિ વધુ દયનીય છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને ગ્રામીણ આવક ઘટી છે.


આ હોટ અભિનેત્રીને ટોચના ડિરેક્ટરે કહ્યું, મારી ફિલ્મોમાં લઈશ પણ મારી સાથે સેક્સ માણવું પડશે.....

ભાવનગરઃ 20 વર્ષનો યુવક 42 વર્ષની મહિલાને નિર્જન જગાએ લઈ ગયો ને શારીરિક સંબંધો માણ્યા.....

બુમરાહની હેટ્રિકમાં કોહલીએ ભજવ્યો કી રોલ, જાણો કેવી રીતે