હૈદરાબાદઃ ઓનલાઈન ગેમ્સે યુવાઓની જિંદગીને કઈ રીતે પ્રભાવિત કરી છે તેનો એક ભયાનક કિસ્સો તેલંગાણામાં જોવા મળ્યો છે. વનપાર્થી જિલ્લામાં ઓનલાઈન ગેમ PUBGના કારણે 19 વર્ષના યુવક મોતના મુખમાં ધકેલાતા સહેજમાં રહી ગયો હતો. બીએસસી સેકન્ડ યરના વિદ્યાર્થીને સિટી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો.


ડોક્ટરોએ જણાવ્યું કે, યુવકના દિમાગમાં બ્રેન ક્લોટ થઈ ગયું હતું. અચાનક તેનું વજન ઘટી ગયું હતુ, પોષણની તંગી હતી અને ડિહાઈડ્રેશનનો શિકાર બની ગયો હતો. ડોક્ટરોના કહેવા પ્રમાણે PUBGમાં કોમ્પિટિશનના કારણે તે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. થોડા દિવસોની સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો.

ગત મહિનાની 26 તારીખથી યુવકે હાથમાં મૂવમેન્ટ થતી ન હોવાની ફરિયાદકર્યા બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તેની સારવાર કરતાં ન્યૂરોફિઝિશયન ડો. કે. વિનોદકુમારે જણાવ્યું કે, તેનું પૂરું ફોકસ ગેમ પર રહેતું હતું. આ માટે તે ખાતો-પીતો નહોતો કે ઊંઘતો પણ નહોતો. એક મહિનાથી તેને ગેમની લત લાગી હતી અને સતત 6-7 કલાક ગેમ રમતો હતો અને આ દરમિયાન તેનું વજન 3-4 કલાક ઘટી ગયું હતું.

ડોક્ટરના કહેવા પ્રમાણે જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે પૂરી રીતે સભાન અવસ્થામાં નહોતો અને યોગ્ય રીતે જવાબ પણ નહોતો આપતો. યુવકની માતાએ કહ્યું કે, રાતે 9 વાગ્યાથી લઈ સવારે 3-4 વાગ્યા સુધી તે રમતો હતો. દિવસે કોલજના સમયમાં પણ જ્યારે મોકો મળે ત્યારે ગેમ રમતો રહેતો હતો. યુવકની માતાના કહેવા મુજબ, તેનું કોઈ કામમાં મન નહોતું લાગતું અને સમગ્ર દિવસ રમતો રહેતો હતો.

HSRP નંબર પ્લેટ વગર વાહન દોડાવતાં લોકો થઈ જાવ સાવધાન, જાણો કારણ

IND v WI: પ્રથમ ઈનિંગમાં ભારતે 416 રન બનાવ્યા, હનુમાની વિહારીની સદી; વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરૂઆત

વાહન ચાલકો થઈ જાવ સાવધાન, આજથી ટ્રાફિક નિયમ તોડશો તો થશે તોતિંગ દંડ, જાણો વિગતે