નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર સરકારી નોકરી સાથે સંકળાયેલી એક ખબર વાયરલ થઈ રહી છે. આ વાયરલ ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે એકસાઇઝ વિભાગે વિવિધ રાજ્યોમાં 70 હજારથી વધારે ભરતી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર વાયરલ થયેલી આ ખબરનં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ ખંડન કર્યુ છે.


વાયરલ ખબર મુજબ સરકારને સૌથી વધારે આવક ટેક્સ તરીકે થાય છે. સૌથી વધારે આવક એક્સાઇઝ વિભાગમાંથી થાય છે. સરકાર દ્વારા વધુ 50 ટકા દુકાનોને મંજૂરી આપવામાં આવી છે. આ કારણે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તમામ રાજ્યોમાં 70 હજારથી વધારે ભરતી કરી રહી છે.

વાયરલ ખબરમાં એક નોટિફિકેશનનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2019 અને 2020 ઉપરાંત દેશી દારૂ, અંગ્રેજી દારૂ, બીયર, ફૂટવેરનું વેચાણ કરતી દુકાનો તથા મોડલ શોપના ફરીથી રજિસ્ટ્રેશન હેતુ આ પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, આ દાવો નકલી છે.



એક્સાઇઝ વિભાગમાં કોઈ ભરતી નથી થઈ રહી. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા કહેવામાં મેસેજ બોગસ હોવાનું જણાવીને કહેવાયું કે, નોકરીની વાત ખોટી છે. સરકાર દ્વારા આવી કોઈ નિમણૂકની જાહેરાત કરવામાં આવી નથી.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ