નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકારે ફ્રી સોલર પેનલ યોજના શરૂ કરી છે. જેમાં તમે તમારા ઘર કે ગામમાં ફ્રી સોલર પેનલ લગાવી શકો છે. મેસેજમાં લોકોને ફ્રી સોલર પેનલ માટે રજિસ્ટ્રેશન કરાવવાનુ કહેવામાં આવ્યું છે અને લિંક પણ આપવામાં આવી છે.

વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી ફ્રી સોલર પેનલ યોજના. તમારા ઘર કે ગામમાં ફ્રીમાં સોલર પેનલ લગાવો. તમારે કોઈપણ પ્રકારનું ભાડું ભરવાની જરૂર નથી. બસ જલદીથી ફોર્મ ભરો. યોજનાનો લાભ તમામ લોકોને મળી શકે તે માટે તમામ લોકોને મોકલો.

ભારત સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ આ વાયરલ ખબરનું ખંડન કરતા કહ્યું કે, સરકારે આવો કોઈ ફેંસલો લીધો નથી. પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ