ABP-CVoter Exit Poll 2021 LIVE: પુડ્ડુચેરી, આસામમાં BJP માટે સારા સમાચાર, બંગાળમાં નહી ખીલે કમળ, જાણો અન્ય રાજ્યોના હાલ
ABP-CVoter 5 States Exit Poll 2021 LIVE Updates: આસામ, કેરલ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પહેલા જ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન આજે સાંજે પૂર્ણ થશે.
ભાજપ નેતા અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે એક્ઝિટ પોલના આંકડામાં પાછળ હોવા છતા બંગાળમાં ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો છે. ભાજપની પાસે સ્થાનિક નેતાઓની કમીના સવાલ પર તેમણે કહ્યું બંગાળમાં અમારી પાસે નેતાઓની કોઈ કમી નથી.
કેરલમાં ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા જણાવે છે કે અહી લેફ્ટની સરકારની વાપસી થઈ રહી છે. રાજ્યમાં 140 બેઠકોમાંથી લેફ્ટને 71-77 બેઠકો મળવાનું અનુમાન છે અને કૉંગ્રેસના યૂડીએફને 62-68 બેઠકો મળવાનું અનુમાન છે. આ સિવાય ભાજપને માત્ર 0-2 બેઠકો પર જીત મળે તેવી શક્યાતા છે.
પુડ્ડુચેરીમાં ભાજપ ગઠબંધનને જીત મળશે અને તે 19-23 બેઠકો પર જીત મેળવી શકે છે. 30 બેઠકો વાળા પુડ્ડુચેરીમાં કૉંગ્રેસને 6-10 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં 1-2 બેઠકો આવી શકે છે.
તમિલનાડુમાં વોટ શેરની વાત કરવામાં આવે તો ડીએમકે-કૉંગ્રેસ ગઠબંધનને 46.7 ટકા વોટ શેર મળી રહ્યા છે. એઆઈડીએમકે અને ભાજપ ગઠબંધનને 35 ટકા વોટ શેર મળતા જોવા મળી રહ્યા છે જ્યારે અન્યને 18.3 ટકા વોટ શેર મળી શકે છે.
તમિલનાડુમાં કૉંગ્રેસ-DMK સરકાર બનાવે તેવુ અનુમાન છે. આ ગઠબંધનને 160-172 બેઠકો મળે તેવી શક્યતા છે. ભાજપ-એઆઈડીએમકે ગઠબંધનને મોટું નુકશાન થાય તેવું લાગી રહ્યું છે. ભાજપ-એઆઈડીએમકે ગઠબંધનને એક્ઝિટ પોલમાં 58-70 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને 0-7 બેઠકો મળી શકે છે.
આસામમાં વોટ શેરમાં બીજી નંબર રહેવા છતા ભાજપ સત્તામાં આવે તેવું અનુમાન છે. ભાજપને આસામમાં 126 બેઠકોમાંથી 58-71 બેઠકો મળે તેવું લાગી રહ્યું છે. કૉંગ્રેસના યૂપીએને 53-66 બેઠકો અને અન્યના ખાતામાં 0-5 બેઠકો મળવાનું અનુમાન છે.
આસામમાં એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તે મુજબ વોટ શેરની વાત કરવામાં આવે તો કૉંગ્રેસને 48.8 ટકા અને ભાજપને 42.9 ટકા વોટ શેર મળી રહ્યા છે. અન્યના ખાતામાં 8.3 ટકા વોટ શેર છે.
એક્ઝિટ પોલમાં બંગાળના મતની ટકાવારી આવી છે. 294 બેઠકો માટે ટીએમસીને 42.1 ટકા મત શેર મળતા જોવા મળી રહ્યા છે. ભાજપને 39.2 ટકા અને કૉંગ્રેસને 15.4 ટકા અને અન્યને 3.3 ટકા મત શરે મળતા જોવા મળી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત ટીએમસી સત્તામાં પરત ફરે તેવું લાગી રહ્યું છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 152-164 બેઠકો પર જીત મેળવે તેવું અનુમાન છે. ભાજપને 109-121 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 14-25 બેઠકો મળી શકે છે.
#ABPCVoterExitPoll: પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલ (292 સીટ) TMC+ : 42.1% BJP+ : 39.2% CONG+ : 15.4% OTH : 3.3%
#ABPCVoterExitPoll: પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલ (292 સીટ)
TMC+ : 152-164
BJP+ : 109-121
CONG+ : 14-25
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં અંતિમ અને આઠમાં તબક્કામાં સાંજે 5.30 વાગ્યા સુધીમાં 76.07 ટકા મતદાન થયું છે. અંતિમ તબક્કાના મતદાનમાં 84 લાખ મતદારોએ વિધાસભાની 35 બેઠકો પર 283થી વધુ ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરી રહી છે.
https://twitter.com/ABPNews/status/1387740336219254790
કેરળમાં 2016માં ચૂંટણીના પરિણામ જોઈએ તો સીપીએમના એલડીએફને 140 બેઠકોમાંથી 91 બેઠકો પર જીત મળી હતી અને કૉંગ્રેસના યૂડીએફને 47 બેઠકો પર જીત મળી હતી. કેરળમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 1 બેઠક પર જીત મળી હતી. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે કેરળમાં લેફ્ટનો ગઢ બચાવવાનો પડકાર છે. ભાજપે મેટ્રો મેન શ્રીધરનને મેદાનમાં ઉતારી પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.
પુડ્ડચેરી વિધાનસભામાં 2016ના પરિણામ પર નજર કરીએ તો કૉંગ્રેસની આગેવાનીવાળા યૂપીએને અહીં 30માંથી 17 બેઠકો મળી હતી જેમાં એકલા કૉંગ્રેસે 15 સીટ પર જીત મેળવી હતી. આ પરીણામ બાદ કૉંગ્રેસના સીનિયર નેતા વી નારાયણસ્વામી પુડ્ડ્ચેરીના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ હાલમાં જ યૂપીએ સરકાર અલ્પમતમાં આવ્યા બાદ સરકાર પડી ગઈ હતી.
સૌથી પહેલા પશ્ચિમ બંગાળના 2016ના પરિણામની વાત કરીએ તો અહીં ટીએમસીએ 294 બેઠકોમાંથી 211 બેઠકો પર જીત મેળવી હતી અને કૉંગ્રેસને 76 બેઠકો પર જીત મળી હતી. અહીં ભારતીય જનતા પાર્ટીએ માત્ર 3 બેઠકો પર જીત મેળવી હતી. આ સિવાય 4 બેઠકો પર અન્યએ જીત મેળવી હતી. 2016માં ટીએમસીનો દબદબો જોવા મળ્યો હતો પરંતુ આ વખતે ભાજપ શાનદાર ટક્કર આપવાની સ્થિતિમાં છે.
બ્રેકગ્રાઉન્ડ
ABP Exit Poll Live: આસામ, કેરલ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પહેલા જ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન આજે સાંજે પૂર્ણ થશે. આ સાથે જ પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થશે. 27 માર્ચથી ચાલી રહેલા ધમાસાણ બાદ 2જી મે રોજ આ રાજયોના પરિણામ આવશે. પરંતુ આ પહેલા આજે સાંજે એક્ઝિટ પોલમાં જાણી શકાશે.
આજે સાંજે 5 વાગ્યાથી એબીપી ન્યૂઝ પર પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલ જોઈ શકાશે અને 2 મેના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામ પહેલા જ સત્તાના સિંહાસન પર કોણ બેસશે તે જાણી શકાશે. સાંજે 5 વાગ્યાથી સતત વોટર્સનો મૂડ જાણી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -