Exit Poll 2023 Live: જુઓ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ,તેલંગાણા અને મિઝોરમના એક્ઝિટ પોલના આંકડા
ABP Cvoter Exit Poll 2023 Live: એબીપી ન્યૂઝ સી વોટર એક્ઝિટ પોલના પરિણામો ગુરુવારે સાંજે 5:30 વાગ્યાથી બહાર આવવાનું શરૂ થશે.
gujarati.abplive.comLast Updated: 30 Nov 2023 07:39 PM

બ્રેકગ્રાઉન્ડ
ABP Cvoter Exit Poll 2023 Live: દેશના પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાનમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા...More
ABP Cvoter Exit Poll 2023 Live: દેશના પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાનમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા રાજ્ય તેલંગાણામાં ગુરુવારે (30 નવેમ્બર) પણ છેલ્લા રાઉન્ડમાં મતદાન છે. સી વોટરે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ હાથ ધર્યો છે. તેનું પરિણામ આજે ગુરુવારે સાંજે જાહેર થશે.દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ બતાવવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નવા નોટિફિકેશન મુજબ 30 નવેમ્બરે સાંજે 5.30 વાગ્યાથી એક્ઝિટ પોલ બતાવી શકાશે. અગાઉ, 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ હતો.મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝના સી વોટર એક્ઝિટ પોલના પરિણામો આજે જ જાહેર થશે, પરંતુ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.
તેલંગાણા માટે ટૂડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ
ટુડેઝ ચાણક્ય અનુસાર, કોંગ્રેસ તેલંગાણાની 119 સીટો પર રેકોર્ડબ્રેક જીત હાંસલ કરશે
BRS: 33 બેઠકો
કોંગ્રેસ: 71 બેઠકો
ભાજપઃ 7 બેઠકો
અન્ય: 8 બેઠકો