Exit Poll 2023: મધ્ય પ્રદેશ મધ્ય પ્રદેશની ચૂંટણી બાદ આજે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવશે તેવી સ્થિતિ છે. જ્યારે શિવરાજ સિંહને નિરાશા સાપડી શકે છે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં 230 સીટોવાળી વિધાનસભામાં બહુમતનો જાદુઈ આંકડો 116 છે. રાજ્યના કેટલાક ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે ગત વખતની જેમ આ વખતે પણ કોઈ પક્ષ બહુમતીનો આંકડો સ્પર્શી શકશે નહીં. આવી સ્થિતિમાં નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા મહત્વની બની જશે.
જન કી બાત એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશની શું હાલત છે?
ન્યૂઝ18-જન કી બાત એક્ઝિટ પોલ અનુસાર, મધ્ય પ્રદેશમાં ભાજપઃ 100-123 બેઠકો, કોંગ્રેસઃ 102-125 બેઠકો અને અન્યને 0-5 બેઠકો મળી શકે છે.
પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં કોની સરકાર બનશે?
TV9-Pollstrat એક્ઝિટ પોલ અનુસાર, મધ્યપ્રદેશમાં ભાજપને 106-116 બેઠકો, કોંગ્રેસને 111-121 બેઠકો અને અન્યને 0-6 બેઠકો મળવાની ધારણા છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન થઈ ચૂક્યું છે. તેલંગાણામાં પણ આજે મતદાન પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં સી વોટરે એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ કર્યો છે. દરેક સીટ પર સર્વે કરવામાં આવ્યો છે, જેમાં કુલ 1 લાખ 11 હજારથી વધુ મતદારો સાથે વાત કરવામાં આવી છે. દરેક રાજ્યમાં મતદાન બાદ સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં માર્જિન ઓફ એરર માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.
મધ્યપ્રદેશમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી એટલે કે 2018ની ચૂંટણીમાં કોંગ્રેસને 114 બેઠકો મળી હતી, જ્યારે 2018ની ચૂંટણીમાં ભાજપ 109 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. જ્યારે બસપાને 2 બેઠકો મળી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીએ 1 સીટ અને અપક્ષને 4 સીટ પર જીત મળી હતી. વોટ ટકાવારીની વાત કરીએ તો કોંગ્રેસને 40.89 ટકા વોટ મળ્યા છે. જ્યારે 41.02 ટકા લોકોએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સિવાય બસપાને 5.01 ટકા, સપાને 1.30 ટકા અને અપક્ષને 5.82 ટકા વોટ મળ્યા છે.
હાલમાં કયા રાજ્યમાં કોની સરકાર?
- રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.
- છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.
- મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે
- તેલંગાણામાં સીએમ કેસીઆરના નેતૃત્વમાં બીઆરએસ સરકાર
- મિઝોરમમાં સીએમ જોરામથાંગાના નેતૃત્વમાં બીજેપીના સમર્થન સાથે MNF સરકાર.