નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. રોજ રેકોર્ડ સંખ્યામાં કરોના નવા કેસ સામે આવી રહ્યા છે અને બે ત્રણ સપ્તાહમાં કેસમાં ઘટાડો આવાવના કોઈ સંકેત જોવા નથી મળી રહ્યા. આઈઆઈટીના વૈજ્ઞાનિકોએએ રવિવારે ગણિતીય મોડલના આધારે કોરોનાનો પીક ટાઈમ રિવાઈઝ કર્યો છે.


વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આગામી 10 દિવસમાં રોજ 4.4 લાખ કેસ આવવાની સાથે કોરોના પીક પર હશે. જ્યારે 14થી 18 મેની વચ્ચે 38-48 લાખ એક્ટિવ કેસ હોઈ શકે છે. આ એક્ટિવ કેસનો પીક ટાઈમ કહેવામાં આવ્યો છે.


રોજ 3.4થી 4.4 લાખ કેસ આવવા સાથે પીક પર હશે કોરોના


આઈઆઈટી કાનપુરના મણીન્દ્ર અગ્રવાલે ટ્વીટ કરીને કહ્યું કે, “મેં હવે પીક ટાઈમ માટે અનેક વેલ્યૂઝની ગણતરી કરી છે અને છેલ્લો તબ્કોક આ સમયમર્યાદાની વચ્ચે હોવો જોઈ. આ અનિશ્ચિતતાનું કારણ છેલ્લા તબક્કા સુધી સતત બદલાતું રહેશે.” અગ્રવારે રવિવારે પોતાના ટ્વીટમાં કહ્યું કે, એક્ટિવ કેસનો પીક ટાઇમિંગ 14-18 મે અને નવા કેસ માટે 4-8 મે હશે. પીક ટાઇમિંગમાં એક્ટિવ કેસ 38-48 લાખ હશે જ્યારે નવા કેસ 3.4-4.4 લાખ હશે.


વિતેલા વર્ષની તુલનામાં ચાર ગણા વધારે હશે એક્ટિવ કેસ


પીક ટાઇમિંગ અને વેલ્યૂ પ્રીડિક્શન અપડેટનો મતલબ છે કે ભારતમાં ‘એક્ટિવ’ કેસની સંખ્યામાં ઘટાડો થતા પહાલ મેના મધ્ય સુધીમાં લગભગ વધારો થશે. હાલના મોડલના ટ્રેન્ડ અનુસાર મેના મધ્યનો પીક વિતેલા વર્ષે 17 ડિસેમ્બરના 10 લાખથી વધારે એક્ટિવ કેનસા મામલે પ્રથમ પીકની તુલનામાં લગભગ ચાર ગણા વધારે હશે. રવિવારે ભારતના કુલ એક્ટિવ કેસની સંખ્યા 26,82,751 થઈ ગઈ છે.


વિતેલા સપ્તાહે પણ આપ્યો હતો અંદાજ


1 એપ્રિલના આ મોડલમાં 15-20 એપ્રિલની વચ્ચે એક્ટિવ કેસના પીકનો અંદાજ લગાવવામાં આવ્યો હતે જેમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ થવાની સંભાવના હતા. આ આંકડો વિતેલા વર્ષે સપ્ટેમ્બરના પીક બરાબર હતો. જોકે આ આંકડાને બાદમાં વિતેલા સપ્તાહે સંશોધિત કરવામાં આવ્યો હતો જેમાં 33-35 લાખ એક્ટિવ કેસની સાથે 11-15 મેની વચ્ચે પીક પર પહોંચવાની સંભાવનાનો અંદાજ લગાવાવમાં આવ્યો હતો. પીક ટાઇમિંગ અને સંખઅયામાં ફેરફારના પેરામીટર્સના બદલાવને કહેવામાં આવ્યા છે.