ભીંડઃ દેશમાં વરસાદની સાથે અનેક જગ્યાએ મકાન, જમીન ધસી પડવાની ઘટના બની છે. આ દરમિયાન મધ્યપ્રદેશમાં જેલની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. ભીંડ જેલની દિવાલ ધરાશાયી થતાં 22 કેદી ઘાયલ થયા છે.

Continues below advertisement


ભીંડના એસપી મનોજ કુમાર સિંહે કહ્યું, આ જેલ 150 વર્ષ પૌરાણિક છે. બેરેક 6 સંપૂર્ણ ધરાશાયી થઈ છે. 22 કેદી ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાનહાનીના કોઈ સમાચાર નથી.






ભારતમાં શું છે કોરોનીની સ્થિતિ


દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા ચાર દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,649 નવા કેસ નોંધાયા હતા અને 37,291 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 593 લોકોના મોત થયા હતા.દેશમાં અત્યાર સુધીમાં કુલ 46, 15,18,479 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં 44,38,901 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે.



  •  કુલ કેસઃ 3,16,13,993

  • એક્ટિવ કેસઃ 4,08,920

  • કુલ રિકવરીઃ 3,07,81,263

  • કુલ મોતઃ 4,23,810