નવી દિલ્લી: દિલ્લીથી લગભગ સવા બસો કિમી દૂર આવેલા હરિયાણાના ફતેહાબાદમાં એક પ્રાઈવેટ બસમાં ધમાકો થયો છે. બસમાં સવાર 50 લોકોમાંથી 15 ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ધમાકો ફતેહાબાદના ભૂના રોડ પર થયો છે.

આ પહેલા પણ ગત મહિને હરિયાણામાં બે જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. પાણીપતમાં લોકલ ટ્રેનમાં અને કુરુક્ષેત્રમાં ગત મહિને રોડવેઝની બસમાં ધમાકા થયા હતા. પોલીસની ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પોટાશને કારણે આ બ્લાસ્ટ થયો હતો. પોટાશનો ઉપયોગ પથ્થર તોડવા થાય છે, જેને બસનો એક મુસાફર બોટલમાં ભરીને લાવ્યો હતો. આ બોટલ પડતા બ્લાસ્ટ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ દરમિયાન કેંદ્રીય એજંસીઓ પણ સતર્ક થઈ ગઈ છે. અત્યાર સુધી થયેલા ત્રણ બ્લાસ્ટમાં પોલીસને કોઈ પણ કડી મળી નથી.