નવી દિલ્લી: રમઝાન મહિનો આજથી શરૂ થઈ ગયો છે. 6 જૂન સોમવારે ચાંદ નીકળી ગયા પછી દેશભરમાં લોકોએ તરાવી નમાઝ અદા કરી હતી અને સવારે સહરી કરીને રોજા રાખવાનું શરૂ કર્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ આ નિમિત્તે શુભકામનાઓ આપી હતી.
રાજધાની દિલ્લીના જામા મસ્જિદ વિસ્તારમાં પહેલા રોજા માટે રોજદાર સેહરી કરવા માટે બહાર નીકળ્યા હતા. આખા વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. મસ્જિદની આસપાસ સજાવટ કરવામાં આવી હતી. દિલ્લીમાં આજે ઈફ્તારનો સમય સાત વાગ્યાને 19 મિનિટનો છે.
આખો એક મહિનો રમઝાન ચાલે છે. આ મહિનામાં લોકો રોજા રાખે છે અને ઈબાદત કરે છે. આ મહિનામાં મુસ્લિમ પોતાની કમાણીની અઢી ટકા જકાત ગરીબોમાં આપે છે.