ઉલ્લેખનીય છે કે કેસી વેણુગોપાલે ફેસબુકના સંસ્થાપક માર્ક જુકરબર્ગને ઈ-મેલના માધ્યમથી એક પત્ર લખ્યો હતો. તેમણે જુકરબર્ગને સલાહ આપી હતી કે, ફેસબુક મુખ્યાલય તરફથી ઉચ્ચ સ્તરિય તપાસ કરવામાં આવે અને એક અથવા બે મહીનાની અંદર તપાસ રિપોર્ટ કંપનીના બોર્ડને સોંપવામાં આવે. આ રિપોર્ટને સાર્વજનિક પણ કરવામાં આવે.
સમગ્ર વિવાદ અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ તરફથી શુક્રવારે પ્રકાશિત રિપોર્ટ બાદ શરૂ થયો હતો. આ રિપોર્ટમાં ફેસબુકના અનામ સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે ફેસબુકના વરિષ્ઠ ભારતીય નીતિ અધિકારીએ કથિત રીતે સાંપ્રદાયિક આરોપવાળી પોસ્ટ કરવાના મામલે તેલંગણાના એક ભાજપ ધારાસભ્ય પર સ્થાયી પાબંધીને રોકવા સંબંધી આંતરિક પત્રમાં દખલ કરી હતી. આ પહેલા પણ ફેસબુકે સફાઈ આપતા કહ્યું હતું કે તેમના મંચ પર આવા ભાષણો અને સામગ્રી પર અંકુશ લગાવવામાં આવે છે, જેનાથી હિંસા ફેલાવવાની આશંકા રહે છે.
હેટ સ્પીચને લઈને વિવાદમાં આવેલા ફેસબુકને ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહના એકાઉન્ટને બેન કરી દિધુ છે. અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા સમાચાર અનુસાર નફરત અને હિંસામાં વધારો કરે તેવી સામગ્રીને લઈને ફેસબુકે નીતિ ઉલ્લંઘન કરવા પર તેલંગણાના ભાજપના ધારાસભ્યને બેન કરવામાં આવ્યા છે.