PIB Fact Check of GST On Rent: છેલ્લા કેટલાક સમયથી એવા મેસેજ વાયરલ થઇ રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ભાડા પર લે છે અને તેનો કોમર્શિયલ ઉપયોગ માટે ઉપયોગ કરે છે, તો આવી સ્થિતિમાં તેને ભાડા પર 18 ટકા જીએસટી (GST) આપવો પડશે. હવે સરકારે આ મેસેજ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા આ સમાચારને નકારી કાઢ્યા છે.
આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી પડી છે. સરકારે કહ્યું હતું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. સરકારે ભાડાના મકાન પર કોઈપણ પ્રકારનો જીએસટી જાહેરાત કરી નથી.
PIBએ ફેક્ટ ચેકિંગ કરીને સત્ય જણાવ્યું
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ મામલાની માહિતી આપી છે. આ મામલે સ્પષ્ટતા આપતા પીઆઈબીએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ રેસિડેન્શિયલ યુનિટ ભાડે લે છે અને તે જગ્યાએથી GST રજિસ્ટર્ડ કંપનીનો બિઝનેસ કરે છે તો તેણે GST ચૂકવવો પડશે. જો રેસિડેન્શિયલ યુનિટને પોતાના પર્સનલ યુઝ માટે કરે છે તો આવી સ્થિતિમાં તેને ટેક્સ આપવાની જરૂર રહેશે નહીં.
જાણો નિયમ શું કહે છે?
છેલ્લા કેટલાક સમયથી આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા કે હવે ભાડે મકાન લેનારા લોકોએ 18 ટકા GST પણ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં, સરકારે આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ગયા મહિને GST કાઉન્સિલની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો કોઇ વ્યક્તિ વ્યવસાયિક હેતુ માટે રહેણાંક મિલકત ભાડે રાખે છે અને ભાડાની સાથે સાથે જીએસટી પણ આપવો પડશે.
બીજી બાજુ, જો તે કોઈ અંગત ઉપયોગ માટે મિલકત લે છે, તો આવી સ્થિતિમાં તમારે કોઈપણ પ્રકારનો GST ચૂકવવો પડશે નહીં. આ સાથે સામાન્ય પગારદાર વર્ગના વ્યક્તિએ પણ ભાડે મકાન લેવા પર કોઈપણ પ્રકારનો GST (GST On Tenants) ચૂકવવો પડશે નહીં.