નવી દિલ્હીઃ મોદી સરકારે ગત વર્ષે નાંખેલા લોકડાઉનના (Lockdown) કારણે શ્રમિકો અને કામદારો પર પડેલી અસરથી બહાર લાવવા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન (Garib Kalyan Rojgaar Abhiyaan) શરૂ કર્યુ હતું. આ યોજના અંતર્ગત શ્રમિકોને કામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન મોદી સરકારની (Modi Government) યોજનાને લઈ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


વાયરલ થયેલા મેસેજમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત વેબસાઇટ પર જઈને 1865 રૂપિયા ભરવાનું જણાવાયું છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની આ સત્તાવાર વેબસાઇટ નથી.


પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ  ત્રણ કરોડ 3 લાખ 16 હજાર 897 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો  બે કરોડ 93 લાખ 66 હજાર 601 છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ  5 લાખ 52 હજાર 659 છે. દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 3 લાખ 97 હજાર 637 છે.  દેશમાં સતત 47મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.