નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) તાજેતરમાં ઉમેદવારોએ બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) પરીક્ષાને લઈને પટનામાં પ્રદર્શન કર્યું હતું. પ્રખ્યાત કૉચિંગ સંચાલક ‘ખાન સર’ (ફૈઝલ ખાન)એ તેમને ટેકો આપ્યો. બીજા દિવસે તેમની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પૉસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 'ખાન સર'નું મૃત્યુ 10 ડિસેમ્બરે થયું હતું. આ પહેલા તેની ધરપકડ અંગેની પૉસ્ટ પણ વાયરલ થઈ હતી.


વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે 'ખાન સર'ના મૃત્યુનો દાવો માત્ર અફવા છે. તેને ડીહાઈડ્રેશન અને તાવની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. વળી, પટના પોલીસે પણ 'ખાન સર'ની ધરપકડને અફવા ગણાવી છે.


શું છે વાયરલ પૉસ્ટ


Instagram murari_lal_9744 એ 11 ડિસેમ્બરે વીડિયો (અર્કાઇવ લિન્ક) પૉસ્ટ કર્યો હતો. જેમાં હૉસ્પિટલમાં દાખલ ખાન સરની તસવીર સાથે એમ્બ્યૂલન્સનો વીડિયો આપવામાં આવ્યો છે. તેના પર લખેલું છે,


“આજે સવારે થયું ખાન સરનું મોત 10/12/2024”



ફેસબુક યૂઝર Viral News Fb એ 9 ડિસેમ્બરે વીડિયો (અર્કાઇવ લિન્ક) પૉસ્ટ કર્યો અને લખ્યું,


“Khan Sir Health News: ખાન સરની તબિયત ખરાબ છે, ધરપકડ થઇ ગઇ, BPSC Students Protest | Bihar News"


વીડિયોમાં ખાન સરને હૉસ્પિટલમાં દાખલ બતાવવામાં આવ્યા છે.


 



તપાસ


'ખાન સર' ના સ્વાસ્થ્ય સંબંધિત દાવાને ચકાસવા માટે અમે આ કીવર્ડનો ઉપયોગ કરીને ગૂગલ પર સર્ચ કર્યું. 7 ડિસેમ્બર 2024ના રોજ આજતક વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, વિદ્યાર્થીઓએ 6 ડિસેમ્બરે BPSC પ્રિલિમિનરી પરીક્ષાના નિયમોમાં ફેરફારને લઈને પ્રદર્શન કર્યું હતું. ખાન સર તેમની સાથે હતા. તે દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો હતો. બીજા દિવસે ખાનની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ડિહાઇડ્રેશન અને તાવની સમસ્યા થઇ હતી


 



 


9 ડિસેમ્બરના રોજ પ્રભાત સમાચાર માં છપાયેલા સમાચાર અનુસાર, 'ખાન સર'ને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


 



આ અંગે અમે પટના દૈનિક જાગરણના સીનિયર રિપોર્ટર જિતેન્દ્ર કુમારનો સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે ‘ખાન સર’ને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે તે સ્વસ્થ છે.


અમે આ બાબતે ખાન ગ્લૉબલ સ્ટડીઝનો પણ સંપર્ક કર્યો હતો. ત્યાંથી માહિતી આપવામાં આવી હતી કે 'ખાન સર'ના નિધનનો દાવો અફવા છે. તે સ્વસ્થ છે.


આ પછી અમે ખાન સર (ફૈઝલ ખાન)ની ધરપકડના દાવા વિશે સર્ચ કર્યુંઆ સંબંધિત સમાચાર 8 ડિસેમ્બર 2024ની દૈનિક જાગરણની પટના આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે, “સચિવાલયના SDPO (1 લી) ડૉ. અનુ કુમારીએ ખાન સરની ધરપકડના દાવાને અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે ખાન સર પોતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં ગર્દાનીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. થોડા સમય બાદ તેને પોલીસ વાહનમાં અટલ પથ સુધી ઉતારી દેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ કે અટકાયત કરવામાં આવી ન હતી. ધરપકડને ગેરમાર્ગે દોરવા બદલ એક્સ હેન્ડલ ખાન ગ્લૉબલ સ્ટડીઝ સામે કેસ નોંધવામાં આવ્યો છે.


 



આ અંગે સીનિયર રિપૉર્ટર જિતેન્દ્ર કુમારે કહ્યું કે 'ખાન સર'ની ધરપકડ કરવામાં આવી નથી.


અમે ખોટો દાવો કરનારા ઇન્સ્ટાગ્રામ યૂઝર ની પ્રૉફાઇલ સ્કેન કરી છે. વીડિયો બનાવનારા યૂઝરના લગભગ 24 હજાર ફોલોઅર્સ છે.


નિષ્કર્ષ:  પટનામાં BPSC પરીક્ષાને લઈને થયેલા વિરોધ બાદ 'ખાન સર'ની તબિયત લથડી હતી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાતેને ત્યાંથી પણ રજા આપવામાં આવી છે. તેમના નિધનનો દાવો અફવા છે. પોલીસે 'ખાન સર'ની ધરપકડના દાવાને પણ અફવા ગણાવી હતી.


(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)