વાયરલ લેટર મુજબ, ઈન્ડિયન ઓયલ કોર્પોરેશને ઈન્ડેન ગેસ એજન્સીની ડિલરશિપ-ડિસ્ટ્રીબ્યુટરશિપ માટે મંજૂરી આપી છે. આ લેટર વાયરલ થયા બાદ પીઆઈબીફેક્ટ ચેકે સ્પષ્ટતા કરવી પડી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું આ લેટર ફેક છે. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશને આવો કોઇ લેટર ઈસ્યુ જાહેર કર્યો નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.