કેન્દ્ર સરકારના આ ફેંસલાથી 50 લાખ કર્મચારીઓ અને લાખો પેન્શનધારકો પર સીધી અસર પડી છે પરંતુ હવે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે આદેશ પરત લીધો છે. વોટ્સએપ પર આ મેસેજ વાયરલ થયો છે. આ બધી અફવાનું ખંડન પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કર્યુ છે.
પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે, આ ખબર નકલી છે. આવી કોઈ ખબર કોઈ પણ વેબસાઇટ પર પ્રસિદ્ધ નથી થઈ. પીઆઈબીએ મોંઘવારી ભથ્થામાં વધારા પર પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચ્યો હોવાનો દાવો ફેક હોવાનું જણાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ