Fact Check: ભાગલપુરના ગંગા ઘાટ પર થયેલી ભાગદોડનો જૂનો વીડિયો કુંભ મેળાના નામે વાયરલ

Fact Check: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળા સાથે જોડાયેલી એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે.

Continues below advertisement

Fact Check: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળા સાથે જોડાયેલી એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે. આ 25 સેકન્ડની ક્લિપમાં, લોકોનો એક વિશાળ સમૂહ એક નદીમાં ઉભો જોવા મળે છે, જ્યાં અરાજકતાનું વાતાવરણ જોઈ શકાય છે. યુઝર્સનો દાવો છે કે આ દ્રશ્ય મહા કુંભ મેળાનું છે, જ્યાં સ્નાન કરતી વખતે થયેલી નાસભાગ બાદ 50 થી વધુ લોકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા હતા.

Continues below advertisement

પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્ક દ્વારા તપાસ કરવામાં આવી અને વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો બિહારના ભાગલપુર જિલ્લાનો છે, જ્યાં ઓગસ્ટ 2024માં શ્રાવણ મહિનાના ચોથા સોમવારે ગંગા ઘાટ પર ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી અને ઊંડા પાણીમાં જવાથી 50 થી વધુ ભક્તો ડૂબવા લાગ્યા હતા. તાજેતરના સમયમાં પ્રયાગરાજમાં ગંગા સ્નાન દરમિયાન ભાગદોડની કોઈ ઘટના બની નથી.

દાવો:

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (પહેલાં ટ્વિટર) પર, એક યુઝરે #PrayagrajMahakumbh2025 હેશટેગ સાથે એક વીડિયો શેર કર્યો અને લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ: ગંગા ઘાટ પર નાસભાગ... 50 થી વધુ શ્રદ્ધાળુઓ ડૂબવાથી બચી ગયા... જવાબદાર કોણ, સરકાર ક્યાં છે...?" પોસ્ટ, લિંકઆર્કાઈવ લિંક  અને સ્ક્રીનશોટ અહીં જુઓ


તપાસ:

વાયરલ દાવાની પુષ્ટિ કરવા માટે, ડેસ્કએ સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ સર્ચ કર્યું. તાજેતરના સમયમાં પ્રયાગરાજમાં ગંગા સ્નાન દરમિયાન થયેલી ભાગદોડ અંગે  આવો કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળ્યો નથી.

તપાસને આગળ ધપાવતા, ડેસ્કએ ગૂગલ લેન્સ દ્વારા વાયરલ વીડિયોના 'કી ફ્રેમ્સ' રિવર્સ સર્ચ કર્યા.  આ વિડીયો 12 ઓગસ્ટ, 2024 ના રોજ ‘આજ તક’ ન્યૂઝ ચેનલના ‘X’ એકાઉન્ટ પર અપલોડ થયેલો મળ્યો.

પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “બિહારના ભાગલપુરમાં શ્રાવણ મહિનાના ચોથા સોમવારે ગંગા ઘાટ પર સ્નાન કરતી વખતે ભાગદોડ મચી ગઈ. આના કારણે નદીમાં બેરિકેડિંગ તૂટી ગયું અને ઘણી મહિલાઓ અને બાળકો ઊંડા પાણીમાં  ડૂબવા લાગ્યા. સદનસીબે, SDRF ટીમ સ્થળ પર તૈનાત હતી જેણે સમયસર પાણીમાં કૂદી પડી અને બધાનો જીવ બચાવ્યો. પોસ્ટની લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.

ડેસ્ક દ્વારા વાયરલ વીડિયો અને આજતક દ્વારા શેર કરાયેલા વીડિયોની સરખામણી કરવામાં આવી અને જાણવા મળ્યું કે બંને વીડિયો સમાન છે અને વપરાશકર્તાઓ હવે તે જ વીડિયોને ખોટા સંદર્ભમાં મહાકુંભ સાથે જોડીને શેર કરી રહ્યા છે.


તપાસ કરતાં  'દૈનિક ભાસ્કર' ની વેબસાઇટ પર આ ઘટના સંબંધિત સમાચાર પણ મળ્યા. ઓગસ્ટ 2024 માં પ્રકાશિત થયેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભાગલપુરમાં શ્રાવણ મહિનાના ચોથા સોમવારે, એસએમ કોલેજ ઘાટ પર ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ. ભક્તો બેરિકેડ તોડીને ઊંડા પાણીમાં સ્નાન કરવા ગયા. આ દરમિયાન ૫૦ થી વધુ મહિલાઓ અને બાળકો ડૂબવા લાગ્યા અને અડધા કલાક સુધી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જોકે, SDRF ટીમ અને સ્થળ પર તૈનાત 12 થી વધુ આપદા મિત્રના કર્મચારીઓએ તાત્કાલિક ગંગામાં કૂદી પડ્યા અને બધાને પાણીમાંથી સુરક્ષિત રીતે બચાવી લીધા. સંપૂર્ણ અહેવાલ અહીં  વાંચો.


અમારી અત્યાર સુધીની તપાસ પરથી સ્પષ્ટ થયું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો બિહારના ભાગલપુર જિલ્લાનો છે. તાજેતરના સમયમાં પ્રયાગરાજમાં ગંગા સ્નાન દરમિયાન ભાગદોડની કોઈ ઘટના બની નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ ખોટા દાવાઓ સાથે જૂના અને અસંબંધિત વીડિયો શેર કરી રહ્યા છે.

દાવો
મહાકુંભ મેળામાં સ્નાન દરમિયાન થયેલી ભાગદોડ બાદ ૫૦ થી વધુ લોકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા.

હકીકત
પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્ક દ્વારા તપાસ કરવામાં આવી અને વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું.

નિષ્કર્ષ
વાયરલ થઈ રહેલો આ વીડિયો બિહારના ભાગલપુર જિલ્લાનો છે. તાજેતરના સમયમાં પ્રયાગરાજમાં ગંગા સ્નાન દરમિયાન ભાગદોડની કોઈ ઘટના બની નથી. યુઝર્સ ખોટા દાવાઓ સાથે સોશિયલ મીડિયા પર જૂના અને અસંબંધિત વીડિયો શેર કરી રહ્યા છે.

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક PTI Fact Check એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

Continues below advertisement
Sponsored Links by Taboola