નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે એન્કરે ગડકરીને રાહુલ ગાંધી વિશે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે તેઓ દરેક વિશે સારો અભિપ્રાય ધરાવે છે. આ પછી તે પોતાના જીવનના અનુભવો કહેવાનું શરૂ કરે છે. આ ભાગને વીડિયોમાંથી એડિટ કરીને હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે એવું લાગે છે કે તેણે રાહુલ ગાંધીના વખાણ કર્યા છે.
કેમ થઇ રહ્યો છે વયારલ ?
26 ડિસેમ્બર, 2024 ના રોજ વાયરલ વીડિયો શેર કરતી વખતે ફેસબુક યૂઝર 'મહેન્દ્ર થાનાગાજી'એ કેપ્શનમાં લખ્યું, "એન્કર: તમે રાહુલ ગાંધીને કેવી રીતે જુઓ છો... નીતિન ગડકરી: દુરથી હું જેને નાનો સમજી રહ્યો હતો તેની નજીક જઇને ખબર પડી કે તે બહુજ મોટો છે, રાહુલ ગાંધી.”
પૉસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.
તપાસ
તેની સત્યતા જાણવા માટે વાયરલ વીડીયો ધ્યાનથી જોવો. અમને જાણવા મળ્યું કે વીડિયોની પાછળની બાજુએ BBC લખેલું છે. આ પછી, તપાસને આગળ વધારીને, અમે બીબીસીની સત્તાવાર યુટ્યુબ ચેનલની તપાસ શરૂ કરી. અમને બીબીસી હિન્દી ન્યૂઝની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન મળ્યું. આ વીડિયો 10 ઓક્ટોબર 2024ના રોજ અપલૉડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં 26.59 મીનિટે જોઈ શકાય છે કે એન્કર નીતિન ગડકરીને પૂછે છે કે તમે રાહુલ ગાંધીને કેવી રીતે જુઓ છો. આના પર ગડકરીએ જવાબ આપ્યો કે હું દરેકને સારી રીતે જોઉં છું.
પછી એન્કર પુછે છે કે, નહીં તમે તેને કઇ રીતે જુઓ છો, તેમના વિશે તમારો શું મત છે, તે વિપક્ષના નેતા છે, આના પર ગડકરી કહે છે કે, નહીં બધા માટે આ જ મત છે. આ કહીને તે પોતાના જીવનના અનુભવ વિશે વાતો કરવાનું શરૂ કરી દે છે. તે કહે છે “ તમને ખબર નહીં હોય, અમારા ત્યાં કૉમ્યૂનિસ્ટ પાર્ટીના પૉલિટ બ્યૂરોના વરિષ્ઠ નેતા એબી વર્ધન તે નાગપુરના હતા, મેં તેમને બાળપણી જોયા, તે મારા માટે મોટા આઇકૉન હતા, પછી કૃષિ સંગઠનમાં શરદ જોશી હતા, મને ઘણુબધુ શીખવા મળ્યુ. હું તેમને ખુબ જ માનું છું, મેં સંઘમાં મે હમણાં જ પુસ્તક લખ્યુ છે, અત્યારે અંગ્રેજીમાં છે, તે પ્રકાશિત નથી થઇ. ભાઉ રાવ દેવરસ હતા. બાલા સાહબ દેવવરસના ભાઇ, જેમને સંઘમાં કામ કર્યુ. ઘણા બધા લોકો છે. મને ઘણા લોકો પાસેથી પ્રેરણા મળી છે. એક વાત હું કહીને સમાપ્ત કરવા માંગુ છું. દિલ્હી આવ્યા પછી મને એક વાતનો અનુભવ થયો. કે હું વિવિધ પ્રકારના લોકોને મળ્યો. ક્રિકેટરો, ફિલ્મ કલાકારો, બિલ ગેટ્સથી માંડીને દુનિયાભરના લોકો. તેથી મેં એક વસ્તુ નોંધ્યું કે જે લોકો મને દૂરથી ખૂબ મોટા લાગતા હતા. તેમની નજીક ગયા પછી મને ખબર પડી કે તેઓ નાના હતા અને દૂરથી મેં તેમને નાના ગણ્યા હતા. તેની નજીક જઈને ખબર પડી કે તે બહુ મોટા છે. તેથી હું માનું છું કે કોઈની ભલાઈ અને ગુણવત્તા. નાનામાં નાની વ્યક્તિ પણ તમને ઘણું શીખવી જાય છે.”
તપાસ દરમિયાન અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ પણ કર્યું હતું. અમને એવો કોઈ અહેવાલ મળ્યો નથી જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે ગડકરીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હોય.
વધુ માહિતી માટે અમે ભાજપના પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રીનો સંપર્ક કર્યો. તેણે આ દાવાને ખોટો અને વીડિયોને એડિટેડ ગણાવ્યો છે.
અંતે, અમે ખોટા દાવા સાથે વીડિયો શેર કરનારા યૂઝર્સનું એકાઉન્ટ સ્કેન કર્યું. અમે જોયું કે યૂઝર્સ એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો વાયરલ વીડિયો રાહુલ ગાંધીના વખાણ કરવાના નામે એડિટ કરવામાં આવ્યો છે. ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે એન્કરે ગડકરીને રાહુલ ગાંધી વિશે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે તેઓ દરેક વિશે સારો અભિપ્રાય ધરાવે છે. આ પછી તેણે પોતાના જીવનના અનુભવો કહેવાનું શરૂ કર્યું. આ ભાગને વીડિયોમાંથી એડિટ કરીને હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે એવું લાગે છે કે તેણે રાહુલ ગાંધીના વખાણ કર્યા છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)